રવાપરથી નેત્રાનો અતિ બિસ્માર માર્ગ વહેલી તકે મરામત કરવા આગેવાનોની રજૂઆત

રવાપર : નખત્રાણા તાલુકાના રવાપરથી નેત્રા ૧૩ કિ.મી. માર્ગ માર્ગ અને મકાન પેટા વિભાગ રાજ્ય હેઠળ આવેલ છે. આ માર્ગની અતિ બિસ્માર હાલત થઈ જવા પામી છે. જેમાં રામપરથી નેત્રા તો માર્ગનું નિર્માણ થયું છે કે નહીં તે જોવું શક્ય નથી.
આ પ્રશ્ને તા.પં. વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ રૂપારેલ, ઉપનેતા આદમભાઈ લાંગાય, રવાપર સરપંચ પુષ્પાબેન દિનકરભાઈ રૂપારેલ, નાગવીરી સરપંચ વિમળાબેન મૂળજી સંજોટ, ખીરસરા સરપંચ દિનેશભાઈ ભોજા વાઘેલા, રામપર સરપંચ વાલબાઈ મનજી બાભણીયા, નેત્રા સરપંચ હિરબાઈ હિરજી ગઢેર સહિતના આગેવાનો દ્વારા અબડાસા ધારાસભ્ય સમક્ષ રજૂઆત હાથ ધરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરાઈ છે. પ્રધ્યુમનસિંહ જાડેજા અને તંત્ર સહિત સરકાર સમક્ષ રજૂઆત હાથ ધરી અનેકવિધ વાહનોથી ધમધમતા અને અબડાસા તાલુકાને જોડતા અતિ મહત્ત્વના આ માર્ગ પ્રશ્ને વહેલી તકે કાર્યવાહી હાથ ધરી નવિનીકરણ કરાય તેવી રજૂઆત સાથે માંગ કરાઈ છે.