રમજાનમાં પણ પાકિસ્તાનના કુકૃત્યો જારી મોદીની મુલાકાત પહેલા કાશ્મીરમાં નાપાક હરકત

યુદ્ધવિરામનો કર્યો ભંગ : પાકિસ્તાનના ફાયરીંગમાં એક ભારતીય જવાન શહીદ

એલઓસી આસપાસના ત્રણ કી.મી.ના વિસ્તારમાં સરકારી-ખાનગી શાળાઓ કરાઈ બંધઃ અરણીયામાં લોકોને ઘરોની બહાર ન નીકળવાની સુચના

શ્રીનગર : ભારતના વડાપ્રધાન જમ્મુ કાશ્મીરની મુલાકાતે જાય તે પહેલા જ નાપાક મુલક દ્વારા ફરી અહી યુદ્ધવિરામ ભંગ કરવામા આવયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આબાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આરએસપુરા સેકટરમાં ફાયરીંગ કરવામા આવ્યુ છે જેમાં ભારતીય બીએસએફમાં ફરજ બજાવતા સીતારામ ઉપાધ્યાય નામનો શખ્સ શહીદ થવા પામી ગયો છે. સતત ફાયરીંગના લીધે આરએસપુરા સહિત એલઓસીના ત્રણ કી.મી.ના રેન્જમાં આવેલા વિસ્તારની સરકારી અને ખાનગી શાળાઓને અગમચેતીના ભાગરૂપે બંધ કરવામા આવી છે. તો વળી અરણીયા વિસ્તારમાં લોકોને ઘરની બહાર બિનજરૂરી રીતે ન નીકળવાની સુચના આપવામા આવી છે.