રદ થયેલા ભારતીય પાસપોર્ટ પર ૩ દેશ ફર્યો નીરવ મોદી : સરકાર અજાણ

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં કરોડોનું ફુલેકું ફેરવનાર ભાગેડુ નીરવ મોદી અંગે ઈન્ટરપોલે નવો ખુલાસો કર્યો છે. ઈન્ટરપોલ તરફથી ભારતીય તપાસ એજન્સીને જણાવ્યું છે કે આ વર્ષના માર્ચ મહિનામાં નીરવ મોદીએ ભારતીય પાસપોર્ટ પર ત્રણ દેશોની ચાર યાત્રાઓ કરી છે. જ્યારે કે વિદેશ મંત્રાલયે ફેબ્રુઆરીમાં જ નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરી દીધો હતો.