રતનાલ-ધાણેટી વચ્ચેના પ્રતિબંધિત બોકસાઈડકાંડમાં પડદો પડવાની ભીતિ.!

પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગે બોક્સાઈટની બે ગાડી પકડી બોલાવ્યો હતો સપાટો

પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગ ગત ૧૦મી જુનના બે ડમ્પર-ડ્રાઈવર (ટ્રક-ડ્રાઈવર) સહિત બોકસાઈડનો જથ્થો કર્યો હતો સિઝ : પાસ-પરવાના વિનાના પ્રતિબંધિત બોકસાઈટના વાહન માલીક દ્વારા ઢાંકપીછોડાની વેતરણ : બોકસાઈડ પ્રતિબંધિત છે, તો પછી ગાડી માલિક આ જથ્થો લાવ્યા કયાંથી ? અને ક્યાં જવાનું હતું ? કેટલા સમયથી આ રીતે બોકસાઈડની થતી હતી હેરફેર? સરકારને મસમોટી રોયલ્ટીની રકમનો ચોપડાયો છે ચૂનો

તપાસ ચાલી રહી છે, મુળીયા ઉલેચવાની દીશામાં આગળ કામ કરી રહ્યા છીએ,નિયમ અનુસારની પેનલ્ટી ફટકારાશે, બાદમાં જે તપાસ દરમ્યાન નીકળશે તે અનુસાર ધોરણસરની કરાશે કાર્યવાહી : પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ

ગાંધીધામ : કચ્છના પેટાળમાં અનેકવિધ પ્રકારના અમુલ્ય ખનીજો ધરબાયેલા છે અને તેના પેટે સરકારને જેટલી આવક થવી જોઈએ તેનાથી ઉલ્ટું ડબલથી પણ વધુ તો આ ખનીજોની રીતસરની ચોરી કરવામા આવી રહી છે. પૂૃર્વ્‌ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા પણ એકાદ સપ્તાહ પહેલા જ પ્રતિબંધિત એવા બોકસાઈડના જથ્થા સાથે રતનાલ-ધાણેટી હાઈવે પરથી બોકસાઈડની બે ગાડીઓ સાથે ડ્રાયવરને પકડી પાડયા હતા. બોકસાઈડ પ્રતિબંધિત ખનીજ છે પરંતુ આ રીતે તેનુ ઉત્ખનન અને હેરફેર થતુ પકડાય તે કચ્છને માટે લાલબત્તીરૂપ ઘટના કહી શકાય તેમ છે. પૂર્વ કચ્છખાણખનીજ વિભાગ હવે આ કેસમાં ધાક બેસાડતી કાર્યવાહી કરવાની દીશામાં આગળ ધપી રહ્યાનો દાવો કરી રહ્યા છે તો બીજીતરફ ગાડી માલિક સહિતની ટોળકી આ પ્રકરણ પર પડદો પાડવાના હવાતીયા મારી રહ્યા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ જથ્થો ચોરી કરનાર અને ચોરીનો બોક્સાઈટ લેનાર તંત્ર પર દબાણ લાવી રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે.આ બાબતે પૂર્વ વિગતની ટુંકમા વાત કરીએ તો તા.૧૦મી જુનના રોજ રતનાલ-ધાણેટી વચ્ચેથી પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગની ટીમ દ્વારા સતર્કતા સાથે બે વાહનોને બોકસાઈટ સાથે પકડી પાડયા હતા અને મુદામાલ- અને વાહનો સીઝ કરી અને પોલીસને સોપ્યા હતા. જેમાં એક ગાડી નં. જીજે-૧ર-એજે-૩૯૬૬ નંબરવાળી જેનો ડ્રાયવર રહે.ગોધરાવાળો રાજેશને ર૭ ટન બોકસાઈટના પાસ-પરવાના વિનાના જથ્થા સાથે પકડી પાડયો હતો તો વળી બીજી ગાડી નંબર પ્લેટ નહી પણ ચેસીસ નંબર ટીડીએઆરએસએસ એમ ૬૧૩૭૦૬૮પનો ડ્રાયવર દીલીપને ૩ર ટન અંદાજે બોકસાઈટના જથ્થા સાથે પકડી પાડયા હતા. આ બન્ને ગાડીનો માલિક દેવજીભાઈ આહિર કાળી તલાવડી વાળાને પોલીસની પ્રાથમિક ફરીયાદમાં દર્શાવવામાં આવ્યું હતું.આ સમગ્ર પ્રકરણમાં જાણકારો દ્વારા સવાલો ઉભા કરવામા આવી રહ્યા છે તે અનુસાર બોકસાઈડ કચ્છમાં પ્રતિબંધિત ખનીજ જાહેર થયેલ છે. તો પછી ઝડપાયેલા વાહનોના ડ્રાયવર અને ગાડી માલિક આ બોકસાઈડ રતનાલ-ધાણેટી વચ્ચે લાવ્યા કયાથી? શુ કોઈ સ્ટોક સંગ્રહયેલો કયાય પડયો છે ત્યાથી ઉપાડતા હતા કે પછી ખોદાણ કર્યુ છે? જે હોય તે પણ આ જથ્થો કયાંથી લવાયો અને ક્યાં લઈ જવાતો હતો? આ સવાલોના જવાબ મળવા જરૂરી બન્યા છે. બીજીતરફ બોકસાઈડ પ્રતિબંધિત હોવા ઉપરાંત આ રીતે કેટલાક સમયથી આ પટ્ટામાથી તેની હેરફેર ગેરકાયદેસર રીતે કરવામાં આવતી હતી? આ ભેદભરમની વચ્ચે જ સમગ્ર મામલાને ઠંકા બક્ષામાં નાખી દેવાની પણ પેરવી થતી હોવાનુ ચર્ચાય છે. તો વળી બીજીતરફ આ અંગે પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગને પુછતા જવાબદારો દ્વારા જણાવાયુ હતુ કે, તપાસ ચાલુમાં જ છે. નિયમ અનુસારની જ તપાસ કરવામા આવી રહી છે. મુદામાલ સિજ કરી દેવાયો છે એન ગાડી માલિકને બોલાવવા અને વધુ પુછતાછ માટે નોટીસની કાર્યવાહી હાથ ધરી છે. તે રજુ થયેથી જથ્થો કયાંથી લવાતો હતો તેની કાર્યવાહી હાથ ધરવામા આવશે જે બાદ માપણીઓ કરી અને પેનલ્ટી જરૂરથી ફટકારવામાં આવશે. આ પ્રકરણમાં કયાંય તંત્ર તરફથી ઢાંકપીછોડો કરવામાં આવતો જ હોવાનુ જણાવાયું હતું.