રતનાલ ગામનો ત્વરીત વિકાસ ચાલુ રહેશે : રાજયમંત્રી વાસણભાઈ આહિર

રૂા.૪૦ લાખના ખર્ચે ગામના આંતરીક રસ્તાઓનું નવીનકરણ કાર્યનો પ્રારંભ થયો

અંજાર : રતનાલ ગામનો ત્વરીક વિકાસ ચાલુ રખાશે તેવી જાહેરાત રતનાલ ગામના આંતરીક રસ્તાઓ રૂા.૪૦ લાખના ખર્ચે સી.સી.રોડની બનાવવાની કામગીરીનો પ્રારંભ કરતા રાજયમંત્રી વાસણભાઈ આહિરએ કરી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સી.સી.રોડના ખાતમૂર્હુત પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપાના પ્રમુખ કેશુભાઈ પટેલ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, રતનાલના સરપંચ સરીયાબેન વરચંદ વગેરે હાજર રહી નાળીયેર ફોડીને શાસ્ત્રોકત વિધીથી આ કામનો પ્રારંભ કર્યો હતો. રતનાલ સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂ.ભગવાનદાસજી મહારાજે આર્શીવચન આપ્યા હતા. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ કામ ગુણવતા સભર થાય તથા સમય મર્યાદામાં કામપૂર્ણ થાય તે જોવા અધિકારીગણને સુચન કરેલ. જયારે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયાએ આ વિકાસના કામનો મહત્તમ લાભ લેવા પ્રજાને અનુરોધ કરેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા જીવાભાઈ શેઠ, રણછોડભાઈ આહિર, ત્રિકમભાઈ વરચંદ, ભચુભાઈ રવા તથા રણછોડ રામજી, કાનજી શેઠ, કે.આર.આહિર, ત્રિકમ અરજણભાઈ આહિર, જીવા હીરા, વાઘજી જીવા, રૂપાભાઈ શેઠ, તથા ગ્રામ પંચાયતોના સભ્યો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવેલ છે.