રતનાલમાંથી ૧૬ વર્ષિય સગીરાનું અપહરણ

SSUCv3H4sIAAAAAAAACpyRwW7DIAyG75P2DhHnRgpJGpG+SrWDQ2iCSqACsmmq+u4zECrOu+HP9m//+Pn5UVVkAic5uVTPEGEsldqdt+Cl0Yjp6eBW6FlYJE0mYpbeWAmqhBN4vmrYBEK9KxXwKyaJ8+B3J1wYdiAOXiyokeBbIm10TXGVEzGJHZgi5FQwt0+RZZTE/9WZHl/ZDSxC89+4cGHECiUgGbmmUnL/8cJupTXYZ2kKV9+GgwoFXaH0sJJLvRRtxq/xl3MbN7v2Nqzw3pwoYx4wqfDFN9QUma/gHJbPmReDON7UbMUcbXw0cKiSGS8RQtq1tGmHcRhZx86UDfQoSNdbJerEdbIQxvwu59K6DBvgGfuOdnSo6a2hdd8xqMd+wheDcaAja9ozw49//QEAAP//AwB5GmePhwIAAA==

અંજાર : તાલુકાના રતનાલ ગામે ૧૬ વર્ષિય સગીરાનું અપહરણ થઈ જતા ફરિયાદ નોંધાઈ હતી. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત ર૪/૩ના બપોરે ૧ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમિયાન ૧૬ વર્ષિય સગીરાએ ગામમાં જવાનું કહ્યા બાદ પરત ન આવતા શોધખોળના અંતે તેના પિતા દ્વારા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરાયાનો ગુનો નોંધાયો છે.