રણોત્સવ થકી ર વર્ષમાં ૩.પપ કરોડની આવક

ગાંધીનગર : ગુજરાતના ગૃહમાં આજ રોજ કચ્છના રણોસત્સવનો વિષય ચર્ચાયો હતો. આજ રોજ પુછાયેલા સવાલના જવાબમાં સરકાર દ્વારા કહેવાયુ હતુ કે, રણોસત્સવથી સરકારને ૩.પપ કરોડની આવક થવા પામી છે. બે ખાનગી પાર્ટીઓ સાથે સરકારે રણોસત્સવ માટે કોન્ટ્રાકટ કર્યો છે. લલ્લુજી એન્ડ સન્સ તથા પ્રવોગ કોમ્યુનિકેશન લીંક સાથે કરાર કરવામાં આવ્યા છે. કોરોનાના લીધે ર૦ર૦માં મુલાકાતીઓ-પ્રવાસીઓની સખ્યામાં ઘટાડો થયો છે. ર૦૧૯માં ૪ લાખથી વધુ લોકો જયારે ર૦ર૦માં ૪ લાખ લોકોએ રણોત્સવની મુલાકાત લીધી છે.