રણવીર સિંહની ફિલ્મ ’સર્કસ’ ૩૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

(જી.એન.એસ)મુંબઈ,રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસની જ્યારથી ઘોષણા થઈ ત્યારથી જ આ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. તેવામાં તાજેતરમાં જાણવા મળતી માહિતી મુજબ આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. જો કે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ આ દરમિયાન ફિલ્મના ડિજિટલ, સેટેલાઇટ અને થિયેટર રાઇટ્‌સ ડીલની પુષ્ટિ થયાની વાત સામે આવ્યા છે.રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ’સર્કસ’ પહેલા થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ ડિજિટલ માધ્યમ પર સિનેમાઘરોમાં રિલીઝ થયાના ૨૮ દિવસની અંદર રજૂ થઈ શકે છે. એટલે કે જો સર્કસ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ ના ??રોજ રીલિઝ થાય છે, તો તે સ્પષ્ટ છે કે ચાહકો ઘરે બેસીને જાન્યુઆરીમાં ફિલ્મ જોઈ શકશે. રણવીરની આ નવી આવનારી ફિલ્મના ડિજિટલ રાઇટ્‌સ નેટફ્લિક્સે ખરીદ્યા છે. આ સાથે ફિલ્મના સેટેલાઇટ પ્રીમિયર માટે ડીલ ઝી નેટવર્ક સાથે કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે રોહિત સાથે આ ફિલ્મનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ટીસીરીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે.આ ફિલ્મ આ સુપરહિટ ફિલ્મ અંગુર મૂવીની રિમેક છે. અંગૂરમાં સંજીવ કુમાર, દેવેન વર્મા, મૌશ્મિ ચેટરજી, દિપ્તી નવલ અને ઇલા અરૂણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજીવ કુમાર અને વરૂણ શર્મા દેવેન વર્માની ભૂમિકામાં જોવા મળશે.