રણબીર સાથે લગ્ન કરવા માટે આલિયા ખુબ ઇચ્છુક

મુંબઇ : આલિયા ભટ્ટ અને રણબીર કપુરના પ્રેમ સંબંધોને લઇને તમામ લોકો માહિતી ધરાવે છે અને તેમની વચ્ચે કેમિસ્ટ્રીથી તમામ ચાહકો પ્રભાવિત પણ છે. બંને પોતે પણ અનેક વખત એકબીજા પ્રત્યે પ્રેમની કબુલાત કરી ચુક્યા છે. ભલે રણબીર કપુર હવે મોડેથી પ્રેમ અંગેની કબુલાત કરે છે પરંતુ આલિયા ભટ્ટ તો પહેલાથી જ રણબીર કપુરને ખુબ પસંદ કરે છે. આલિયા બાળપણથી રણબીર કપુર પ્રત્યે સોફ્ટ કોર્નિર ધરાવે છે.

હવે આલિયા ભટ્ટનો એક વિડિયો સપાટી પર આવ્યો છે જેમાં તે રણબીર કપુર સાથે લગ્ન કરવા માટે ઇચ્છુક હોવાની અને તેની સાથે પ્રેમમાં હોવાની વાત કરતી નજરે પડે છે. તે વિડિયોમાં કહેતી નજરે પડી રહી છે કે તે રણબીર કપુર સાથે લગ્ન કરવા માટે ઇચ્છુક છે. આ વિડિયો ફિલ્મ નિર્માતા કરણ જાહરના લોકપ્રિય ટોક સો કોફી વિથ કરણનો છે. જેમાં આલિયા સાથે પરિણિતી ચોપડા પણ નજરે પડી રહી છે. આલિયા કહી રહી છે કે જ્યારે કરણે તેને પ્રથમ વખત રણબીર કપુર સાથે વાત કરાવી હતી ત્યારે તે ખુબ બોલી રહી હતી. એ વખતે રણબીર આલિયા કોણ છે તે અંગે જાણતો પણ ન હતો. આલિયા એમ પણ કહેતી નજરે પડી રહી છે કે રણબીર કપુર ખુબ જ ક્યુટ છે. તે હજુ તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છુક છે.

આલિયા અને રણબીર પહેલાથી જ એકબીજાના પ્રેમ અંગે જાહેરમાં વાત કરી ચુક્યા છે. બંને હાલમાં ફિલ્મમાં પણ સાથે કામ કરી રહ્યા છે. બ્રહ્માસ્ત્ર નામની ફિલ્મમાં બંને નજરે પડનાર છે. રણબીર અને આલિયા હાલમાં એકબીજાને આકર્ષિત કરવા માટે તમામ પ્રયાસ કરતા રહે છે. રણબીર આલિયાના ફોટો ક્લિ ક કરતો રહે છે. આલિયા ભટ્ટ રણબીર કપુર સાથે પોતાના સંબંધને લઇને હવે ખુબ ગંભીર દેખાઇ રહી છે. તેના સંબંધોની પહેલા પણ ચર્ચા રહી ચુકી છે.