રંગુલી રાજકોટ યૂપી-બિહારના રસ્તે..!, કુખ્યાત ગુંડાએ બંદૂક સાથે મચાવ્યો આતંક

(જી.એન.એસ.)રાજકોટ,ગુજરાતમાં ખુલ્લેઆમ ફાયરીંગની ઘટનાઓ તેમજ કુખ્યાત ગુંડાઓની ગુંડાગર્દીની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જોતા મળી રહી છે, ત્યારબાદ હવે આ પ્રકારની એક ઘટના રાજકોટમાં પણ જોવા મળી છે.
ગુજરાતના ચાર મહાનગરમાંના એક એવા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ઐસી કી તૈસી કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં શહેરના કૂખ્યાત ગુંડા રણજીત ખાચરે ખભે બંદૂક સાથે નીકળી આતંક મચાવ્યા હોવાની ઘટના બની છે, જેને લઈને રાજકોટ શહેરમાં જાણે કે ખાખીનો ખૌફ ઓસરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.કાયદો અને વ્યવસ્થા ઐસી કી તૈસી કરતી આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, શહેરના કોઠારીયા કોલોની વિસ્તારમાં બગીચામાં રમવા બાબતે બાળકો વચ્ચે તકરાર થઈ હતી. તેમાં કૂખ્યાત રણજીત ખાચર હાથમાં બંદૂક લઇ આવ્યો હતો. તેણે બધા બહાર નીકળો ભડાકે દઈ દેવા છે કહી સાગરીતો સાથે આતંક મચાવ્યો હતો.આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી, જયારે બીજી બાજુ આ ઘટનાની જાન પોલીસને કરાતા પોલીસ પણ દોડી આવી હતી, પરંતુ આ પહેલા જ આરોપી રણજીત ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ સાથે સાથે ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થઇ ગયા છે, જેના આધારે જ પોલીસે રણજીત અને તેના સાગરીતો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.