યોગી સરકારમાં થશે ફેરફાર : ૫ નવા ચેહરાને મળશે સ્થાન સાતેક મંત્રીઓને બહાર કરાશે

નવી દિલ્હી : ભાજપ અને સંઘ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી હાઈ લેવલ બેઠક બાદ ઉત્તર પ્રદેશમાં મોટા ફેરફારોની અટકળો વહેતી થઈ છે. આ બેઠક અગાઉ ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી, યુપી સરકારના મંત્રી અને અન્ય નેતાઓ પત્ર લખી ચૂક્યાં છે. એવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વડાપ્રધાન મોદીના નિકટના પૂર્વ આઈએએસ અને વર્તમાન એમએલસી એકે શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.પૂર્વાંચલ અને વારાણસીમાં શર્માના કોવિડ મેનેજમેન્ટની વડાપ્રધાન પણ પ્રશંસા કરી ચૂક્યાં છે. હવે ભાજપ અને સંઘની બેઠક બાદ ઉત્તર પ્રદેશમાં મોટા ફેરફાર જાેવા મળી શકે છે. આગામી સમયમાં સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી રહેશે કે ત્રણ તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. યુપી ભાજપના સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ૨ દિવસથી દિલ્હીમાં છે.સૂત્રોના મતે ગમે તે ક્ષણે ઉત્તર પ્રદેશ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. આ વિસ્તરણમાં ૫ નવા ચેહરાને સામેલ કરાશે અને ૭ જેટલા મંત્રીઓને બહાર કરાશે. ભાજપ નવા ચેહરાઓ થકી યોગી સરકારની છબિ સુધારવાનો પ્રયાસ કરશે