યોગીરાજમાં દેવા માફીના નામે ખેડૂતો સાથે મજાક

નવી દિલ્લીઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે કરેલા દેવા માફીની જાહેરાતબાદ ખેડૂતોને દેવા માફીના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રમાણપત્રમાં અનેક ખેડૂતોને રૂપિયા ૧૦, ૨૦, ૫૦ કે ૧૦૦-૨૦૦ રૂપિયા દેવા માફીના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. રામસેવક નામના ખેડૂત પર એક લાખ રૂપિયાનું દેવું હતું, તેને માત્ર ૧૦ રૂપિયા અને ૩૭ પૈસાના દેવા માફીનું પ્રમાણપત્ર મળ્યું છે. જ્યારે ઈટવા જિલ્લાના ભર્થના તાલુકામાં નગલા ભોલી ગામના ગરીબ ખેડૂત જિલેદાર સિંહે એક લાખ રૂપિયા લોન લીધી હતી. જ્યારે તેને પ્રમાણપત્ર આપ્યું ત્યારે તેમાં ત્રણ રૂપિયાનું દેવું માફ હતું. હમિરપૂરમાં પણ શાંતિ દેવીને પણ એક લાખ રૂપિયા દેવું હતું ત્યારે તેને પણ પ્રમાણપત્રમાં ૧૦ રૂપિયા અને ૩૬ પૈસા દેવું માફ થયું છે. એવા અનેક ખેડૂતો છે જેને ૧૦, ૨૦, ૫૦ કે ૧૦૦-૨૦૦ રૂપિયાના દેવા માફીના પ્રમાણપત્ર મળ્યા છે. ખેડૂતોને એ નથી ખબર પડતી કે હવે શું કરે અને ક્યાં જાય. આ પ્રમાણપત્રને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.