યોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ

નરેન્દ્ર મોદીએ મન કી બાતના ૪પ મા સંસ્કરણમાં યોગ ડે, ભારત-અફઘાન મેચ, ડોકટર્સ ડે, સહિતના વિષયો પર કરી છણાવટ : સંત કબીર, ગુરૂનાનક, પંડિત શ્યામાપ્રસાદ મુખર્જી સહિતનાઓને કર્યા યાદ

 

મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી,’ડોક્ટરો પાસે સ્વસ્થ જીવન જીવવાનો અનુભવ’
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે દેશને સંબોધિત કર્યો હતો. રેડિયો પર મન કી બાત કાર્યક્રમના ૪૫મા સંસ્કરણમાં વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે, ‘બેંગ્લુરુમાં ઐતિહાસિક ટેસ્ટ મેચ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચ યાદગાર સાબિત થઈ છે. અફઘાનિસ્તાનના ખેલાડી રાશિદ ખાને આખી દુનિયા સામે પોતાના દેશના પ્રતિનિધિત્વ કર્યું છે.’ભારત અને અફઘાનિસ્તાનના ખેલાડીઓને મારી શુભકામના છે અને તેઓ આવા જ સ્પિરીટ સાથે રમશે અને વિકસશે. મન કી બાતમાં વડાપ્રધાન મોદી ડોક્ટર દિવસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ડોક્ટર્સ પાસે સ્વસ્થ જીવન જીવવાનો અનુભવ.૨૧ જૂને ચોથા વિશ્વ યોગ દિવસે આખા દેશે ગૌરવની લાગણી અનુભવી જ્યારે પાયદળ, હવાઈદળ અને નૌકાદળના સૈનિકોએ યોગનો અભ્યાસ કર્યો. ભારતીય સૈનિકોએ પનડુબ્બીની અંદર અને સિયાચીનમાં બરફના પહાડ પર યોગ અભ્યાસ કર્યો. ૧ જુલાઈએ ડોક્ટર દિવસની અનેક શુભેચ્છા. માતા આપણને જન્મ આપે છે પણ ડોક્ટર બીજું જીવન આપે છે. કબીદ દાસજીએ છેલ્લો સમય મગહરમાં ગાળ્યો હતો એટલે હું ૨૮ જૂને ગોરખપુરના મગહર જઈશ અને ત્યાંની ખાસ વાતો જાણવાનો પ્રયાસ કરીશ. ભારતના સમૃદ્ધ ઇતિહાસમાં એવો કોઈ મહિનો નથી જ્યારે કોઈ ઐતિહાસિક ઘટના ન બની હોય. ભારતના દરેક સ્થાનની પોતાની ખાસ વિરાસત છે. મન કી બાતના ૪૪મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ફિટ ઇન્ડ્યિા, પર્યાવરણ અને યોગ જીવન માટે જરૂરી છે. એ સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની ૬ દીકરીઓ ૨૫૦થી વધારે દિવસ ‘નાવિકા સાગર પરિક્રમા’ને  INSV તારિણીમાં આખી દુનિયા ફરીને ૨૧ મેના દિવસે ભારત પરત ફરી છે.

 

નવી દિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ મન કી બાતના ૪પમાં સંસ્કરણમાં આજ રોજ ખાસ કરીને યોગ ડે બાબતેની છણાવટ કરતા કહ્યુ હતુ કે, તાજેતરમા જ ર૧મી જુન વિશ્વ યોગ દીવસની દબદબાભેર ઉજવણી કરવામા આવી છે. જે રીતે ભારતે યોગને દુનીયાભરમાં પ્રચલિત કરાવડાવ્યુ છે તે માટે ભારતીયોના જુસ્સાને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. વધુમા યુકે, યુએસ, જાપાન, ચીન, સાઉદી અરબ સહિતના દેશોએ પણ યોગની સ્વયં ભુ કરેલી ઉજવણી યોગને દુનીયાએ જાણે કે વિશ્વોત્સવ બનાવી દીધો હોય તેવો માહોલ ખડો થવા પામી ગયો છે. મોદીએ વધુમા કહ્યુ કે, યોગ દ્વારા વેલનેસ ક્રાંતીનુ દુનીયાભરમા કાર્ય કર્યુ છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ આજ રોજ ખાસ કરીને ભારત અને અફઘાનની તાજેતરમા સંપન્ન થયેલી ક્રીકેટ મેચની વાત કરી હતી અને રશીદખાન કે જેણે આઈપીએલમા સુંદર પ્રદર્શન કર્યુ તથા બન્ને ટીમો વચ્ચે ખેલદીલીની ભાવનાને જોઈને પણ તેઓએ સૌને સ્પોર્ટસમેન સ્પીરીક વિકસાવવાની હાકલ કરી હતી. મોદીએ આ તબક્કે આશા સેવી હતી કે, લોકો યોગને એક દીવસના બદલે નિયમિત જીવનમા અપનાવશે. આ ઉપરાંત આગામી નવમી જુલાઈના રોજ ડોકટર દિવસ આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન દ્વારા ડોકટર્સનુ માનવજીંદગીમા રહેલ મહત્વ પર પણ વિશેષ વાત કરી હતી.
તેઓએ મા આપણનેજન્મ આપે છે તો ડોકટર કેટલાક સંજોગોમા પુનઃ જન્મ આપે છે. માત્ર સમસ્યાઓ વખતે જ આપણે ડોકટરને યાદ કરીએ છીએ.
ડોકટર ડેની સૌ દેશવાસીઓ વતીથી નરેન્દ્ર મોદીએ તમામ તબીબોને શુભકામના પાઠવી હતી. ભારતીય ડોકટરે વિશ્વભરમા ભારતનીએક અખોખી છાપ છોડી હોવાની વાત પણ તેઓએ આ તબક્કે કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએઆજના તેમના અભિભાષણમાં સંત કબીર, ગુરૂનાનક અને પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીની પણ વિશેષ વાત કરીહતી.