યેદીયુરપ્પાએ રાજયપાલ સમક્ષ રજુ કર્યો દાવો

રાજયપાલના નિર્ણયની રાહ જોઈશું : ભાજપ

કર્ણાટક : આજ રોજ ધારાસભ્ય દળની કર્ણાટકમાં ભાજપે બેઠક યોજી અને યેદીયુરપ્પારાજયપાલને મળ્યા છે અને તેઓએ આ મુલાકાત બાદ પ્રતિક્રીયા આપીને કહ્ય છે કે, આજ રોજ હું અહીના રાજયપાલ વજુભાઈ વાળાને મળ્યો છે અને અહી સરકાર ગઠનનો દાવો રજુ કર્યો છે. તેઓના પક્ષ પાસે પુરતો મેજીક ફીગર છે. તેવો દાવો રજુ કરાયો છે અને તેમને સરકાર બનાવવાની તક આપવામ આવે તેવી રજુઆત કરાઈ છે.
ત્યારે હવે રાજયપાલનો નિર્ણય શું આવશે તે તરફ પણ હવે સૌના મીટ મંડાયેલા છે. નોધનીય છે કે, યેદીયુરપ્પા ગત રોજ રાજયપાલને મળવા ગયા હતા. ગત રોજ તેઓ વચ્ચે દસ મીનીટ બેઠક યોજાઈ હતી જયારે આજ રોજ રાજયપાલ અને યેદીયુરપ્પા વચ્ચે અડધો કલાક સુધી બેઠક ચાલી હતી. આજની બેઠક બાદ તેઓએ દાવો કર્યો છે કે, સમર્થક ધારાસભ્યોનું પત્રક આજ રોજ રાજયપાલને સુપરત કરવામા આવ્યુ છે અને ભાજપને સરકાર બનાવવનું આમંત્રણ આપવામા આવશે તેવો વિશ્વાસ તેઓએ વ્યકત કર્યોહતો.