યૂનિવર્સલ આઈ ડી ફોર પર્સન વિથ ડિસેબીલીટીઝ પ્રોજેક્ટ હેઠળ દિવ્યાંગોના યુડીઆઈડી કાર્ડ બન્યા

દિવ્યાંગ બાળકો માટેનો કેમ્પ તા.૧૬/૦૯/૨૦૨૧ નાં ખાવડા-કચ્છ મુકામે રાખવામાં આવેલ

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં યૂનિવર્સલ આઈ ડી ફોર પર્સન વિથ ડિસેબીલીટીઝ પ્રોજેક્ટનું  અમલીકરણ થઈ રહેલ છે. યોજનાકીય લાભ મેળવવા માટે યુડીઆઈડી કાર્ડ અગત્યનો દસ્તાવેજ હોવાથી કચ્છ જિલ્લામાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે ની સુચનાથી સંકલિત બાળ વિકાસ શાખા (આઇસીડીએસ ) દ્વારા આંગણવાડીના દિવ્યાંગ લાભાર્થીઓ ૬ માસ થી  ૩ વર્ષ અને ૩ વર્ષથી ૬ વર્ષ સુધીના બાળકોને ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં બધા દિવ્યાંગઓને યુડીઆઈડી કાર્ડ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે આઇસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ  ઈરાબેન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ કચ્છમાં વિવિધ જગ્યાએ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી તેમજ મુખ્ય સેવિકા અને વર્કર/હેલ્પર બહેનોના સહકારથી તમામ દિવ્યાંગ બાળકોને યુડીઆઈડી કાર્ડ બની રહે તે માટે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  કચ્છના તમામ તાલુકામાં આંગણવાડીમાં નોંધાયેલ ૬ માસ થી ૩ વર્ષના બાળકોની સંખ્યા ૫૩ છે . જ્યારે ૬ માસ થઇ ૩ વર્ષના બાળકોની સંખ્યા ૧૨૨ છે. જેમાંથી અત્યાર સુધી ૭૦ બાળકોના ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ છે. પ્રથમ સર્ટીફિકેટ કમ યુ.ડી.આઈ.ડી. કેમ્પ નખત્રાણા તાલુકામાં તા.૦૩/૦૯/૨૦૨૧ ના રોજ  બી.આર.સી. ભવન વિરાણી મોટી ખાતે કરવામાં આવ્યો હતો.જેમાં ૬ વર્ષ સુધીના દિવ્યાંગ બાળકો અને સુપરવાઈઝરશ્રી વીરમતીબેન  ભાનુશાલી હાજર રહ્યા હતા. જેમાં પ્રથમ કેમ્પમાં નખત્રાણા ધટક-૧ તથા ધટક-૨ના થઈને કુલ ૧૨ બાળકોમાંથી  ૭  (સાત ) બાળકોએ આ કેમ્પમાં  ભાગ લીધો હતો.અને દ્વિતીય કેમ્પ માં ૫ દિવ્યાંગ બાળકોને દિવ્યાંગ કીટ આપવાનું જણાવ્યું હતુ.  જી .કે. જનરલ હોસ્પિટલ નાં ડૉ. હાર્દિક ચૌધરી , ડૉ. કરણ પટેલ, ડૉ. સ્મિથ પટેલ , ડૉ. રોનક પટેલ , ડૉ. કિંજલ પટેલ , ડૉ. રીધ્ધિ  ઠક્કર તથા શ્રી રાહુલ ખારોટ ઉપસ્થિત રહેલ તેમજ જિલ્લા પ્રોજેક્ટ કચેરીએથી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ , જીલ્લા આઈ.ઈ.ડી. કોઓર્ડીનેટર ઉપસ્થિત રહેલ તેમજ બી.આર.સી. કોઓર્ડીનેટરશ્રી દેવેદ્રભાઈ પટેલ અને બી.આર.સી. નખત્રાણા ખાતે ફરજ બજાવતા વિશિષ્ટ શિક્ષક નૈમેશ પટેલ , વિષ્ણુભાઈ દૂધરેજિયા  હરેશભાઈ ચુડાસમા , મનહરભાઈ પટેલ , રમાબેન હોરિયા  સ્પે. એજ્યુકેટર પ્રકાશભાઈ પટેલ  તથા બી.આર.સી.ના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવેલ હતો.બાળકોના ચેકઅપ બાદ વાલીઓ અને બાળકો માટે  ચા થતા  નાસ્તા ની વ્યવસ્થાપણ બી.આર.સી. ભવન પર કરવામાં આવેલ હતી. હવે પછીનો દિવ્યાંગ બાળકો માટેનો કેમ્પ તા.૧૬/૦૯/૨૦૨૧ નાં ખાવડા-કચ્છ મુકામે રાખવામાં આવેલ છે એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર(સંબાવિયો) જિલ્લા પંચાયત કચ્છ-ભુજ  દ્વારા જણાવાયું છે.