યુ.પીના બીજનોરમાં કેમિકલ ફેક્ટરીમાં બોઇલર વિસ્ફોટને લીધે ૬ મજુરોના મોત

બિજનોર : આજે સવારે યુપીના બિજનોરમાં એક દુઃખદાયક ઘટના બની. કેમીકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં જ સ્થળ પર છ મજૂરોનું અવસાન નિપજ્યું હતું જ્યારે ઘણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની આસપાસના લોકોમાં ગભરાટ ફેલાય ગયો.
પોલીસ વિસ્ફોટ સ્થળ પર માહિતી મેળવી અને તરત જ ઘાયલ મજુરોને નજીકની હોસ્પિટલમાં મોકલ્યા હતા.બિજનોર નાગિના માર્ગ સ્થિત મોહિત પેપર મિલ અને કેમિકલ પ્લાન્ટ ખાતે વિસ્ફોટ થયો હતો. માહિતી અનુસાર, કેમીકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી એક મોટો અકસ્માત હતો. આ અકસ્માતમાં છ મજૂરો મૃત્યુ પામ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલિસનું કહેવું છે કે ઈજાગ્રસ્ત મજૂરોમાંની બેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અને કહ્યું કે એક મજૂર લાપતા છે.અકસ્માતની આસપાસ લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી અને સ્થળ પર ભારે ભીડ પણ જમા થવા લાગી હતી.ઘટનાની જાણ થતાં જ જમૂરોના પરિવારજોનો પહોંચી ગયા હતા. અને મજૂરોના પરિવારો ગુસ્સે થઈ ગયા હતા. પોલિસ દ્રારા ઘાયલ મજુરાને હોસ્પિટલમાં સારવાર મોકલી આપવામાં આવ્યા હતા. અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. આગ બ્રિગેડ પણ સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાનું કારણ અત્યાર સુધી બોઈલર બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. જો કે, પોલીસ તેની તપાસ કરી રહી છે.