• કેશુભાઈની કોઠોસૂજને અભિનંદન…!

શહેર યુવા પ્રમુખ પદે જીગરદાન ગઢવીને અપાઈ તક : રાષ્ટ્રીય વિચારધારાને વરેલા વર્ગમાં છવાઈ ખુશીની લહેર

અનેકવિધ ગુન્હાહિત કૃત્યોમાં ચકચારી રહેલ શખ્સને અંજાર શહેર યુવા પ્રમુખની સોપણી કરાવવા અંજારનો ચોટી કરી ચૂકયો હતો તમામ તૈયારીઓ : આ પ્લેટફોર્મના માધ્યમથી જાગૃતીપૂર્વકનો અહેવાલ ઉજાગર થતા જ ભાજપના કર્મઠ-સનિષ્ઠ, કાર્યદક્ષ, નખશીખ પ્રમાણિક અને રાષ્ટ્રીયતાની વીચારધારાને વરેલા પ્રમુખ કેશુભાઈ સુધી વાત પહોચતા ત્વરિત જ અંજારની ચોટીની શામ-દામ-દંડ-ભેદ ભરી શકિતને કરી સાઈડલાઈન

હવે ભાજપમાં તકસાધુઓ લાભ લઈ જશે તે સમય બન્યો ભુતકાળ : કામ કરે, પ્રજાની સેવા કરે તેનેજ મળશે સ્થાન તે તો આ બધી વરણીઓ પરથી ખ્યાલ આવે છે : લાગવગનો જમાનો કચ્છ ભાજપમાંથી ગયો માટે યોગ્ય કાર્યકરો આગળ અને કામ કરીને સ્થાન મેળવે

ગાંધીધામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છમાં સંગઠનનો વ્યાપ અલગ અલગ સેલ-મંડલ-મોરચાઓમાં નિમણુકો આપીને વધારી દેવામા આવ્યો હતો. તે બાદ શહેર યુવા મોરચાના હોદેદારોની પણ વરણીનો સળવળાટ સામે આવવા પામી ગયો હતો જેમાં અંજાર શહેરમાં અહીના ચકચારી ચોટીની શકિત કે જે કઈક પ્રકારના ગુન્હાહિત કૃત્યોમાં ચકચારી રહી ચુકયો છે તેને તક આપવાની છાની ગાઠવણી ચોટી દ્વારા કરી લેવામા આવી હતી અને નામ જાહેર થવાની પણ ઘડીઓ જ ગણાતી હતી બરાબર તે જ વખતે આ જ પ્લેટફોર્મ પરથી જિલ્લા ભાજપના રણનીતીકારોનુ ધ્યાન દોરતો આંખ ઉઘાડનારો અહેવાલ ઉજાગર કરવામા આવ્યો હતો જેના પગલે જિલ્લા ભાજપના નખશીખ પ્રમાણિક પ્રમુખશ્રીએ વાતની ગંભીરતાને સમજી અને ત્વરિત જ નિર્ણયની ફેરવિચારણા કરવાનુ મન બનાવી લીધુ હોય તેવી રીતે આજ રોજ શહેર યુવા પ્રમુખની વરણીઓમાં અંજારના ચોટીની શકિતની તો તદન જ હવા કાઢી નાખવામાં આવી હોય તેવી રીતે અહી જીગરદાનભાઈ ગઢવી, કર્મઠ કાર્યકર્તાને તક અપાઈ જવા પામી ગઈ છે. અંજારમાં પક્ષની વીચારધારાને વરેલા જીગરદાનને તક આપવામં આવતાની સાથે જ રાષ્ટ્રીય વિચારનીતીથી સકંળાયેલા વર્ગમાં ખુશીની લહેર ફરી વળી છે તો અહી વિધર્મી છાવણીમાં સન્નાટો જ વ્યાપી જવા પામી ગયો છે. જાણકારો આ માટે કેશુભાઈ પટેલની કોઠાસુજને અઅભિનંદન આપી રહ્યા છે. કારણ કે જો અંજારના ચોટીની શકિત અહી ફાવી ગઈ હોત તો વિધર્મી તત્વો ઘેલમાં આવી જવા પામ્યા હોત તેની સાથે જ અંજારનો શકિત અનેક પ્રકારના અસામાજીક કૃત્યોમાં પણ સંડોવાયેલો જ હોવાનુ મનાતુ હતુ. આમ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈની કોઠાસુઝ અને હિમંતભર્યા નિર્ણયને પણ અહી સર્વત્રથી આવકાર મળવા પામી રહ્યો છે.