યુરો કપ ૨૦૨૦ઃ સ્વીત્ઝરલેન્ડ અને સ્પેન ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ ર્ક્યો

(જી.એન.એસ)લંડન,યુરો કપ ૨૦૨૦નો દિલધડક અને રોમાંચક તબક્કો હવે શરૂ થઈ ગયો છે અને એક બાદ એક ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી રહી છે. ગઈકાલે રમાયેલા બે વધુ શાનદાર અને રોમાંચક મુકાબલાઓમાં સ્વીત્ઝરલેન્ડ અને સ્પેને હરીફ ટીમોને પરાજીત કરીને યુરો કપના ક્વાર્ટર ફાઈનલમાં વટભેર પ્રવેશ ર્ક્યો હતો. સ્વીત્ઝરલેન્ડે શક્તિશાળી ફ્રાન્સને પેનલ્ટી શુટ આઉટમાં પરાજીત કરી મોટો અપસેટ સર્જી દીધો હતો. જ્યારે બીજી તરફ અલવારો મોરાટાની જીનીયસના કારણે સ્પેનની ટીમે લડાયક ક્રોએશિયાને ૫-૩થી પરાજીત કરી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાકુ કરી લીધુ હતું.પેનલ્ટી શુટ આઉટમાં મજબૂત ફ્રાન્સને ૫-૪થી હરાવી સ્વીત્ઝરલેન્ડ કવાર્ટરમાં પ્રવેશી ગયું ૧૯૩૮ બાદ પહેલી વખત કોઈ સ્પર્ધાના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવવાની સિદ્ધી ૮ ગોલની રોમાંચક ધણધણાટી વચ્ચે સ્પેનનો ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર પ્રવેશ લડાયક ક્રોએશિયાનો પરાજય, સ્પેનીશ સુકાની મોરાટા હિરો બનીને ઉભર્યો
બુખારેસ્ટના સ્ટેડિયમમાં રમાયેલા ભારે દિલધડક મુકાબલામાં ફ્રાન્સ અને સ્વીત્ઝરલેન્ડ વચ્ચેનો મેચ એકસ્ટ્રા ટાઈમ સુધી પહોંચ્યો હતો અને ૩-૩થી ડ્રો રહ્યો હતો. ત્યારબાદ પેનલ્ટી શુટ આઉટમાં સ્વીત્ઝરલેન્ડના ગોલકીપર યાન સોમરે ફ્રાન્સના યુવા અને જાનદાર ખેલાડી કિલીયન એમ્બાપ્પેજના શોટને અટકાવી સ્વીસ ટીમને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. સ્વીત્ઝરલેન્ડનો પેનલ્ટી શુટ આઉટમાં ૫-૪થી વિજય થયો હતો અને આ રીતે કપનું દાવેદાર મનાતું ફ્રાન્સ યુરો ચેમ્પીયનશીપમાંથી ફેંકાઈ ગયું હતું. સ્વીત્ઝરલેન્ડનો ક્વાર્ટર ફાઈનલમાં મુકાબલો સ્પેન સામે થશે. ૧૯૩૮ બાદ પહેલી વખત સ્વીસ ટીમ કોઈ ટૂર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં પ્રવેશી છે. ૧૯૫૪ના વિશ્ર્‌વકપ બાદ પહેલીવાર તેઓ કોઈ સ્પર્ધાના કવાર્ટરમાં પહોંચ્યા છે.સ્વીસ ફૂટબોલ માટે આ દિવસ ખુબજ ઐતિહાસિક બની રહ્યો હતો. ૩-૧થી પાછળ રહ્યાં છતાં મેચમાં જબરદસ્ત પુનરાગમન કરી સ્વીસ ટીમે સેક્ધડ હાફમાં ૨ ગોલ ફટકારી દીધા હતા. એકસ્ટ્રા ટાઈમ પુરો થયા બાદ પણ બન્ને ટીમો વિજય માટે જરૂરી ગોલ કરી શકી નહોતી. ત્યારબાદ પેનલ્ટી શુટ આઉટથી વિજેતા નક્કી કરવા પડ્યા હતા. જેમાં આશ્ર્‌ચર્યજનક રીતે ફ્રાન્સના ધરખમ ખેલાડી અને ફોરવર્ડ ગણાતો એમ્બાપ્પેજ પેનલ્ટીથી ગોલ કરવાનું ચુકી જતાં ફ્રાન્સ સ્તબ્ધ બની ગયું હતું અને સ્વીત્ઝરલેન્ડનો હિરો તેનો ગોલ કીપર સોમર સાબીત થયો હતો. ફ્રાન્સ તરફથી પોગબા અને કરીમ બેન્ઝમાએ શાનદાર ગોલ ફટકાર્યા હતા. જ્યારે સ્વીસ ટીમ તરફથી છેલ્લી ઘડીએ શફેરો વીઝ અને માર્યો ગેવરાનોવીચે ગોલ ફટકારીને ફ્રાન્સની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.