યુપીનો ધર્માતંરણકાંડ : રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાની ઘંટી..! : સીમાવર્તી કચ્છના માવતર-હિન્દુવાદી સંસ્થાઓ બને સજાગ

image description

ધર્માત્તરણ કેસની તપાસના તાર ઝાકીર નાઈક સુધી લંબાયા : બે વર્ષથી ચાલતો હતો આ ખેલ : ૩૩ લોકોના નામ ખુલ્યા : વિદ્યાર્થીઓ અને યુવાનો બનતા હતા ટાર્ગેટ : લવજેહાદ અને ત્રાસવાદી સાથે પણ જોડાયેલા તાર : ૧૦૦૦ ’માસ્ટર પરિવર્તન’થી અન્યોનો સંપર્ક કરી મોટાપાયે ધર્મપરિવર્તન થયા : દિલ્હીના બાટલા હાઉસના ઈસ્લામિક સેન્ટરનો વડો ’પોપટ’ બન્યોઃ આવા તત્વોની સામે તો વિના વિલંબ લગાવો જોઈએ રાષ્ટ્રીય સુરક્ષા ધારા

ગાંધીધામ : ઉત્તરપ્રદેશમાથી એટીએસ દ્વારા બે-ચાર રોજ પહેલા જ બે શખ્સોને પકડીને પુછતાછ શરૂ કરી છે તો તેમાં રોજ-બરોજ નીતનવા ખુલાસાઓ થવા પામી રહ્યા છે. ઝડપાયેલા શખ્સો ઉમર ગૌતમ અને કાઝિજહાંગીર દ્વારા ધર્માતંરણકાંડ માત્ર યુપી જ નહી પણ દેશવ્યાપી ફેલાવી દીધો છે અને ભારતના અલગ અલગ રાજયોમાં આ શખ્સોએ ધર્માંતરણ અંદાજિત પાંચ લાખ લોકોનુ કરી દીધુ હોવાનો ઘટસ્ફોટ થવા પામી ગયો છે. યુપીનો આ ધર્માંતરણ કાડમા જે રીતે રોજબરોજ ઝાકીર નાઈકથી તાર, ભારતના યુવાનો તાર્ગેટ, લવજેહાદ માટે સગીરાઓનુ ધર્મપરિવર્તન, રાજયોમાં આ નેટવર્કનો ફેલાવો સહિતના થયેલા ખુલાસાઓ ટાંકણે સીમાવર્તી કચ્છના માવતર અને હિન્દુવાદી સંગઠનો પણ જાગૃત બને, સચેત થાય અને આવા કોઈ શખ્સો રાષ્ટ્રીય સુરક્ષાને માટે ખતરારૂપ નેટવર્ક કચ્છમાં તો નથી ફેલાવતા ને? તે બાબતે પ્રબુદ્ધવર્ગમાથી લાલબત્તીરૂપ આલબેલ સામે આવી રહી છે.ધર્માત્તરણ કેસની તપાસમાં લાગેલી યુપી એટીએસને ઘણી મહત્વની માહિતી મળી છે. ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર સાથે થયેલી પુછપરછમાં જાણવા મળ્યું છે કે ધર્માત્તરણ કેસનાં તાર ઝાકિર નાઇક સાથે જોડાયેલા છે. વળી ઉમર ગૌતમનું કનેક્સન ઝાકિર નાઇકની સંસ્થા ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સાથે હોવાનું પણ બહાર આવ્યું છે.ઝાકિર નાઇક ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ફૈઝ સૈય્યદનાં ઉમર સાથે નજીકનાં સંબંધ છે.ઝાકિર નાઇકની સંસ્થા પ્રતિબંધ પહેલા ઇસ્લામિક યૂથ ફાઉન્ડેશનને ફંડિગ કરે છે. આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકો પણ ઉમર સાથે સંપર્કમાં હતાં. યુપી એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે, કે ધર્મ પરિવર્તનનો આ ખેલ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતાં.ઉમર ગૌતમે અત્યાર સુધીમાં ઇસ્લામિક દાવા સેન્ટર દ્વારા મોટી સંખ્યામાં લોકોનું ધર્માંત્તરણ કર્યું છે. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં ૩૩ લોકોની યાદી પણ મળી છે. આ યાદીમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ-ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના યુવાનોના નામો હોવાનુ મનાય છે.કહેવાય છે કે, ઉમર ગૌતમના સાથીદાર કલીમ સિદ્દીકીએ પાંચ લાખ લોકોનુ ધર્મપરિવર્તન કરાવ્યુ છે. તેમાં પપ ટકા મહીલાઓ છે. ઉમર ગૌતમને વિદેશથી ફંડ મળતુ હતુ. સગીરાઓના ધસ્માંતરણને અંજામ અપાયો હતો.ગુજરાતના ભરૂચ સુધી આ ધર્માંતરણ પ્રકરણનો રેલો તપાસમાં લંબાઈ ચુકયો છે.ઉતરપ્રદેશમાં ઘટસ્ફોટ થયેલા ધર્માન્તરનું નેટવર્ક ફકત આ એક રાજય પુરતું જ નથી દેશવ્યાપી હોવાનું જાહેર થતા જ દેશના ૨૪ રાજયોની પોલીસને એલર્ટ કરી છે તથા આ ધર્માન્તરના તાર દિલ્હીના કુખ્યાત બાટલા હાઉસ સાથે પણ જોડાતા તેનું જોડાણ ખુલતા પાટનગરમાં આ દરોડાનો દૌર શરુ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને મુસ્લીમ વસ્તી દ્રષ્ટીએ સંવેદનશીલ ગણાતા કેરાળા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર જેવા રાજયોમાં પણ મોટાપાયે ધર્માન્તરણ થયું હોવાનું ખુલ્યુ છે. ઉમર ગૌતમ જે હાલમાં ઝડપાયો છે તે ખુદ ધર્મ પરીવર્તન કરીને મુસ્લીમ બન્યો હતો.છેલ્લા ૧૮ માસમાં તેઓએ ૧૦૦૦ લોકોનું ધર્મપરિવર્તન કરાવીને તેઓને વધારે લોકોના ધર્મપરિવર્તન માટે રોકયા હતા. તેઓએ નોકરી અને અન્ય લાલચો અપાતી હતી. ઉપરાંત તેના મુળ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરાતા વિડીયો તથા ભેદભાવ દર્શાવાયા હતા અને તેના માતા-પિતાને પણ તરછોડે તે હદે બ્રેઈન વોશ કરાતું હતું. કાશ્મીરના એક કુટુંબે તેનો પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ બાદ તે છેક કેરાળાથી ઝડપાયો અને દીવસમાં પાંચ વખત નમાજ કરવા લાગ્યો હતો.આજ રીતે લવ-જેહાદની સ્થિતિમાં ગરીબ છોકરીઓને લલચાવી તેને નોકરી, કપડા, સારા ઘરના છોકરા સાથે લગ્ન કરવાની લાલચ આપીને મુસ્લીમ યુવકને સોપી દેવાતી હતી. યોગી સરકારે તમામ સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાવવી દેવો જોઈએ. તો બીજીતરફ પાકીસ્તાન જેવી સરહદને અડીને આવેલા કચ્છમાં પણ લવજેહાદના કૃત્યોને લઈને સમયાંતરે આંતરીક સળવળાટ તો થતા જ રહ્યા છે અને હવે આવા આતંરરાષ્ટ્રીય ષડયંત્રો ખુલ્‌ પડી રહ્યા છે ત્યારે કચ્છે પણ સતર્કતા દાખવી જ ઘટે તેમ કહેવુ વધુ પડતુ નહી કહેવાય.