યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી

(જી.એન.એસ.)વડોદરા,વડોદરા શહેરના પ્રતાપ વિલાસ પેલેસની જગ્યામાં રેલવે યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટીશનને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. અરજદાર તરફથી આ હુકમ પર ૬ અઠવાડિયનો સ્ટે આપવાની માગણી કોર્ટ ફગાવી દીધી છે.અધિકારીઓને તાલીમ આપવાના હેતુથી વડોદરા શહેરમાં દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે. પહેલા અધિકારીઓને અમુક તાલીમ લેવા વિદેશ જવું પડતું હતું, જોકે, હવે રેલવે યુનિવર્સિટી વડોદરામાં બનશે અને તેનું કામ શરૂ કરવામાં આવશે. અરજદાર તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, રેલવે યુનિવર્સિટી અહીં બનશે તો ટુરિઝમ સેક્ટરને અસર પડશે. ગુજરાત સરકાર પેલેસને ગુજરાત ટુરિઝમની જાહેરાતમાં બતાવે છે અને અહીં ઘણા વૃક્ષો આવેલા છે, તેને પણ આની અસર પડશે, જોકે, અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે આદેશ સામે ૬ અઠવાડિયાનો સ્ટે માગ્યો હતો. જોકે, ૬ અઠવાડિયનો સ્ટે આપવાની માગણી કોર્ટ ફગાવી દીધી છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અરજકર્તાએ મનાઇ હુકમ પણ માગ્યો હતો, પણ કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે. હવે આવનારા દિવસોમાં ડિમ્ડ યુનિવર્સિટી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.