યુજીસી પર થનારી સુનાવણી સુપ્રિમ કોર્ટે૧૦ ઓગસ્ટ સુધી સ્થગિત કરી

0

ન્યુ દિલ્હી,સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કોલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું અને આ કેસની સુનાવણી ૧૦ ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી.સુપ્રીમ કોર્ટ શુક્રવારે યુજીસી માર્ગદર્શિકાઓને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે, જેમાં યુજીસીએ સપ્ટેમ્બરના અંત સુધીમાં કોલેજોને અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજવાનો નિર્દેશ આપ્યો છે.સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ જવાબ દાખલ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એવું ન વિચારવું જોઇએ કે પરીક્ષાઓ રોકી દીધી છે. વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષાઓની તૈયારી ચાલુ રાખવી જોઈએ.અદાલતે વચગાળાના આદેશને પસાર કરવાનો ઇનકાર કર્યો હતો. હવે આગામી સુનાવણી ૧૦ ઓગસ્ટે થશે.