યુએસમાં ફરી શટડાઉનની સ્થિતિ સર્જાઇ, સરકારી કામકાજ સ્થગિત

વોશિંગ્ટનઃ જાન્યુઆરીમાં શટડાઉનનો ભોગ બનેલ અમેરિકાની ટ્રમ્પ સરકાર ટૂંકાગાળામાં ફરીવાર શટડાઉનની સ્થિતિ તરફ ધકેલાઇ છે. અમેરિકન કોંગ્રેસની એક બજેટીય દરખાસ્ત પસાર ન થવાના કારણે શટડાઉનનો સામનો કરવો પડશે.યુએસ સાંસદોને આશા હતી કે નવા બિલને અડધી રાત સુધીમાં ફેડરલ ફંડિગ એક્સપાયર થવા પહેલાં પસાર કરી દેવાશે. તેમની આશા પર રીપબ્લિકન સેનેટરે પાણી ફેરવી દીધું છે. રીપબ્લિકન સેનેટર રેન્ડ પોલે ખર્ચની સીમા સાચવવાના સંશોધન પર ચેમ્બરમાં ચર્ચા કરવાની માગણી મૂકતાં આ સ્થિતિ સર્જાઇ છે.આ પહેલાં પણ ૨૦ જાન્યુઆરીએ શટડાઉન કરવું પડ્યું હતું.