યુએસના ગુપ્ત વિભાગે ભારતને ચેતવ્યું : ‘પાક. પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે’

નવીદિલ્હી : અમેરિકાના ગુપ્ત વિભાગના પ્રમુખ ડૈન કોટ્‌સે ભારતને ચેતવણી આપી છે કે, પાકિસ્તાન નવા પ્રકારના પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. જેમાં ઓછા અંતર સુધી હુમલો કરતા પરમાણું હથિયાર પણ સામેલ છે.
માહિતી પ્રમાણે આ હથિયારોમાં ઓછા અંતરની સામરિક મિસાઇલો, દરિયાઇ ક્રૂઝ મિસાઈલ, હવાઇ ક્રૂઝ મિસાઇલ અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ સામેલ છે. આ હથિયારોથી અશાંતિ ફેલાવવાનો ખતરો છે.
ઉપરાંત ડૈન કોસ્ટેએ જણાવ્યું છે કે, ભારતમાં પાકિસ્તાનની જમીનથી થઇ રહેલા આતંકી હુમલાઓ ચાલુ જ રહેશે. અમેરિકા તરફથી આ ચેતવણી જમ્મુ કશ્મીરના સુંઝવાન આર્મી કેમ્પ પર થયેલા હુમલાના એક દિવસ આપવામાં આવી છે. અમેરિકાની ગુપ્ત વિભાગની આ રિપોર્ટ ઇશારો કરે છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ આવનારા દિવસોમાં નહી સુધરે. અમેરિકી ગુપ્ત વિભાગના ચીફે સીનેટની સિલેક્ટ કમિટીની સામે કહ્યું કે, પાકિસ્તાનમાં રહેલા આતંકી સમૂહ ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલાની યોજના બનાવશે અને હુમલાઓ કરતા રહેશે. આ આતંકી સંગઠનોને પાકિસ્તાનમાં સુરક્ષિત સહારો મળ્યો છે. જેનો આતંકી સંગઠનો ફાયદો ઉઠાવી રહ્યા છે.