યુએનમાં પાક.ને ભારતનો ઝટકો

ઓઆઈસી તરફથી પાકીસ્તાનના નિવેદનને ભારતે ફગાવ્યો : ઓઈઆઈસીને ભારતના આતંરીક મામલામાં હસ્તક્ષેપ કરવાનો કોઈ જ અધિકાર નહી

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરને લઈને ભારતની આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આલોચના કરનારા પાકિસ્તાનને સયુંક્ત રાષ્ટ્રમાં ભારતે ફરી એકવાર જડબાતોડ જવાબ આપ્યો છે. વાત જાણે એમ છે કે મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ધ ઈસ્લામિક
કોઓપરેશન તરફથી પાકિસ્તાનના એક નિવેદનને ભારતે સપૂર્ણપણે ફગાવી દીધુ છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુંકે OICને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. અત્રે જણાવવાનું  કે   OIC એ ૫૭ દેશોનું સંગઠન છે જે દુનિયામાં મુસ્લિમોનો અવાજ બનવા માટે બન્યું છે OIC તરફથી પાકિસ્તાને ભારત પર જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં માનવાધિકારના હનન અને કાશ્મીરીઓના આત્મનિર્ણયના અધિકારને નકારવાનો આરોપ લગાવ્યો હતો.સયુંક્ત રાષ્ટ્રમાં ભારત તરફથી આપવામાં આવેલા જવાબમાં ઈન્ડિયન પરમેનન્ટ મિશનના પહેલા સચિવ ડોક્ટર સુમિત શેઠે કહ્યું કે ‘અધ્યક્ષજી હું આ મંચનો ઉપયોગ ભારતના જવાબ આપવાના અધિકાર અંતર્ગત કરી રહ્યો છું. આ જવાબ પાકિસ્તાનના તે નિવેદન બાદ આપવામાં આવી રહ્યો છે જે તેણેૈંઝ્ર તરફથી આપ્યું હતું.’ શેઠે કહ્યું કે ભારતને અફસોસ છે OIC પોતાના નિવેદનમાં ભારતના અભિન્ન અને અવિભાજ્ય રાજ્ય જમ્મુ કાશ્મીર સંબંધિત ખોટા અને ભ્રામક તથ્યો રજુ કર્યા છે.’શેઠે આગળ કહ્યું કે ભારત આવા નિવેદનોને સંપૂર્ણ રીતે ફગાવે છેOICને ભારતના આંતરિક મામલાઓ હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. અમેૈંઝ્રને સલાહ આપીએ છીએ કે તે ભવિષ્યમાં આવા નિવેદનો આપવાથી દૂર રહે.