મ.પ્રદેશ-રાજસ્થાન-છત્તીસગઢની લોકસભાની ત્રીજા ભાગની બેઠકો ભાજપ હારશે

નવી દિલ્હી : પાંચ રાજયોમાં ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજકીય રંગ તે જ થઇ ગયો છે. આ દરમ્યાન અંગ્રેજી ન્યુઝ ચેનલ ‘ટાઇમ્સ નાઉ’ એ ત્રણ રાજયો (મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન) માં ધારાસભાની સાથે સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પહેલાનો એક સર્વે કરાવ્યો છે. સર્વે અનુસાર ભાજપાને લોકસભા ચૂંટણીમાં લગભગ એક તૃત્યાંશ બેઠકોનું નુકસાન થઇ શકે છે. ત્રણ રાજયોની કુલ ૬પ લોકસભા બેઠકોમાંથી ભાજપાને ૪૩ પર જીત મળી શકે છે. જયારે કોંગ્રેસ રર બેઠકો પર જીત શકે છે. ર૦૧૪ માં ભાજપાએ આ ૬પ બેઠકોમાંથી ૬ર બેઠકો જીતી હતી જયારે કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળી હતી. સર્વે અનુસાર ભાજપાને કુલ ૧૯ સીટનું નુકસાન થઇ શકે છે. એટલે કોંગ્રેસને એટલી બેઠકોનો ફાયદો થશે. ત્રણે રાજયોમાં અત્યારે ભાજપાની સરકાર છે.‘ટાઇમ્સ નાઉ’ ના વોર રૂમ સ્ટ્રેટેજી નામના સર્વે અનુસાર લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશની કુલ ર૯ લોકસભા બેઠકોમાંથી ર૧ પર ભાજપાની અને ૮ પર કોંગ્રેસની જીત થઇ શકે છે. થોડા દિવસ પહેલા એબીપી-સી વોટરના સર્વેમાં કહેવાયું હતું કે મધ્ય પ્રદેશમાં ભાજપાને ર૩ અને કોંગ્રેસને ૬ બેઠકો મળી શકે છે.