મ્યાન્મારમાં મોદી : કાલીમંદીરમાં કરી પુજા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મ્યાન્માર પ્રવાસના અંતિમ દિવસે આજે બહાદુર શાહ ઝફરની યંગુન સ્થિત મજાર પર ગયાં. અહીં તેમણે અંતિમ મુઘલ બાદશાહને શ્રદ્ધાંજલિ આપી. અત્રે જણાવવાનું પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ જ્યારે ૨૦૧૨માં આ સાઉથ ઈસ્ટ એશિયાઈ દેશની મુલાકાત કરી હતી ત્યારે આ મજાર પર ગયા હતાં. શાહની કબરને ભારત લાવવાની માગણી લાંબા સમયથી ચાલી રહી છે. બહાદુર શાહનું મોત ૧૮૬૨માં ૮૦ વર્ષની ઉંમરમાં થયું હતું અને તેમને બ્રિટિશ હુકૂમતે મ્યાન્મારના સૌથી મોટા શહેર યંગુનમાં જ દફનાવી દીધા હતાં. ઝફરે ૧૮૫૭ની ક્રાંતિ બાદ પોતાના છેલ્લા વર્ષો મ્યાન્મારમાં જ નિર્વાસનમાં ગુજાર્યા હતાં.કહેવાય છે કે બ્રિટિશ હુકૂમતે આખરી મુઘલ બાદશાહની કબરને છૂપાવી દીધી હતી જેથી દફન સંલગ્ન ઠેકાણાને ખબર પડે નહીં. જો કે ૧૯૯૧માં જ્યારે આ છૂપાયેલી કબરનું ખોદકામ શરૂ થયું તો હાલની મજારના અવશેષો મળ્યાં. બાદશાહની પત્ની ઝીન્નત મહલ અને તેમના પૌત્રી રૌનક જમાની બેગમને પણ ત્યાં જ દફનાવવામાં આવ્યાં અને તેમની કબર પણ આ મકબરામાં છે.પીએમ મોદીએ આ ઉપરાંત કાલી મંદિરમાં પણ પૂજા અર્ચના કરી. આ મંદિર પી રામાનજુમ ચેટ્ટીએ ૧૮૭૧માં બનાવ્યું હતું જે ૧૮૬૯માં આંધ્ર પ્રદેશના બેલ્લારીથી મ્યાનમાર પહોંચ્યા હતાં.ત્યારબાદ તેમણે આ પ્રોપર્ટીને ચાર ટ્રસ્ટીને સોંપી દીધી જેમણે યંગુનમાં હાજર ભારતીય સમુદાયો વચ્ચે આ મંદિરને લોકપ્રિય બનાવ્યું. મોદીએ બાગાન શહેરની પણ મુલાકાત કરી. બાગાન ટાવરથી ૨૦૦થી વધુ મંદિરો અને અન્ય સ્મારકોનું મનોરમ્ય દ્રશ્ય નજરે ચડે છે. આ મંદિર ૧૧મીથી ૧૩મી સદી વચ્ચે બનાવવામાં આવ્યું હતું.બાગાનમાં ભૂકંપથી ક્ષતિગ્રસ્ત પગોડાના સંરક્ષણ માટે મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ૩૦ ઓગસ્ટના રોજ ભારત અને મ્યાન્માર વચ્ચે એમઓયુને મંજૂરી આપી હતી. મોદી જનરલ આંગ સાંગના સ્મારક ઉપર પણ ગયા હતાં.