મોહમ્મદ શમીએ એક ઈનિંગમાં ૪ વિકેટ ઝડપી બન્યો પ્રથમ ભારતીય બોલર

(જી.એન.એસ)સાઉધમ્પ્ટન,ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં એક મોટો રેકોર્ડ તેમના નામે કર્યો છે. મોહમ્મદ શમીએ અંતિમ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૪ વિકેટ ઝડપીને તેમના નામે એક મોટી ઉપલબ્ધિ ઉમેરી છે.આઈસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારત તરફથી એક ઈનિંગમાં ૪ વિકેટ લેનાર મોહમ્મદ શમી પ્રથમ ભારતીય બોલર બન્યા છે. આ મામલે મોહમ્મદ શમીએ મોહિન્દર અમરનાથ, ઝહિર ખાન, આરપી સિંહ અને ઇરફાન પઠાણ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે, મોહિન્દર અમરનાથે ૧૯૮૩ના વર્લ્ડ કપ ફાઇનલમાં ૧૨ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.ઇરફાન પઠાણે ૨૦૦૭ની ટી-૨૦ વર્લ્ડ કપ ફાઇનલમાં ૧૬ રનમાં ૩ વિકેટ લીધી હતી. આર.પી સિંહે ૨૦૦૭ની ટી-૨૦ વર્લ્ડ કપ ફાઇનલમાં ૨૬ રનમાં ૩ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે ૨૦૦૦માં આઈસીસી વનડે ચેમ્પિયનશિપ ફાઇનલમાં ૨૭ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. હરભજનસિંહે ૨૦૦૨ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ૨૭ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં શમીએ રોસ ટેલર, બીજે વોટલિંગ, કાઇલ જેમિસન અને કૉલિન ડી ગ્રૈંડહોમને આઉટ કર્યા હતા.