મોરારીબાપુ દ્વારા શિકરાના હતભાગીઓના પરિવારજનોને સહાય

ઘનશ્યામભાઈ જોષીએ રૂબરૂ જઈ પરિવારજનોને આપી સાંત્વના

ભુજ : ગઈકાલે ભચાઉ તાલુકાના શિકરા પાસે બસ-ટ્રેકટર વચ્ચે થયેલ અકસ્માતમાં ૧૦ લોકોના થયેલ મોતના પગલે કચ્છભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ત્યારે મોરારીબાપુ દ્વારા હતભાગીઓના પરિવારજનોને સહાય કરવામાં આવી છે. ચિત્રકુટધામ- તલગાજરડા તરફથી હનુમાનજી પ્રસાદી રૂપી હતભાગી પરિવારના સભ્યોને પાંચ-પાંચ હજારની સહાય આપવામાં આવી હતી. આ સહાય ઘનશ્યામભાઈ જોષી દ્વારા રૂબરૂ જઈ પરિવારજનોને અપાઈ હતી.