મોરબી- માળિયા રોડ પર કચ્છની ટ્રક સાથે થયેલા અકસ્માતમાં વધુ એક મોત

ભુજ : મોરબી માળીયા હાઇવે પર દસ દિવસ પૂર્વે લક્ષ્મી નગર નજીક બંધ પડેલા ટ્રક પાછળ બાઇક ઘુસી જતા પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું જયારે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેનું મોત થતા માસૂમ બાળકે માતાપિતાની છત્રછાયા ગુમાવી છે
મોરબી માળીયા હાઇવે લક્ષ્મીનગર નજીક પાર્ક કરેલા ટાટા ટ્રક કન્ટેનર નંબર જી.જે.૧૨ એ.એઝ-૬૯૫૪ વાળાની પાછળના ભાગે બાઈક અથડાતા દંપતિને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં પતિનું મોત થયું હતું. સ્થળ પર પતિના મૃત્યુ બાદ સારવાર દરમિયાન પત્નીનું પણ મોત નીપજ્યું હતું .વધુમાં આ ગમખ્વાર અકસ્માતમાં મૃતક દંપતીના પુત્રોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે.