મોરબીમાં ભીમનાથ મહાદેવ મંદિર પાસે ડેમમાં ડૂબવાથી ૩ યુવકના મોત

(જી.એન.એસ.)મોરબી,મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા ભીમનાથ મહાદેવ મંદિરની નજીક આવેલા ડેમ પાસે કેટલાક યુવકો ન્હાવા માટે ગયા હતા. જેમાં ત્રણ યુવકોના પાણીમાં ડુબી જતાં મોત થયા છે. ત્રણેય યુવકોના મૃતદેહને સ્થાનિક લોકો દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગત અનુસાર ભીમનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં ડેમી ડેમનો છેવાડાનો ભાગ આવેલો છે. જેમાં છ થી આઠ જેટલા યુવાનો બપોરના સમયે નહાવા માટે ગયા હતા અને અકસ્માતે ત્રણ યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને પાણીમાં ડૂબી ગયેલા યુવકોની બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરી હતી.પાણીમાં ડૂબેલા ત્રણ યુવકો પૈકી બે યુવકોના મૃતદેહ શોધવામાં સફળતા મળી છે જોકે ત્રીજા યુવકનો મૃતદેહ શોધવા નો બાકી હોવાથી મોરબી નગરપાલિકાને જાણ કરવામાં આવી છે અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રીજા યુવકનો મૃતદેહ શોધવા માટે કવાયત હાથ ધરી છે. સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર હડીયલ દિપક દિનેશભાઈ ઉંમર વર્ષ ૧૮, દોશી ઋષિ ભાવેશભાઈ ઉંમર વર્ષ ૧૮ અને નંદા સોહમ જેઠાભાઇ ઉંમર ૧૮ રહેવાસી મોરબી ત્રણેયના મોત થયા છે.