મોદી સ્ટોકહોમ પહોંચ્યા : શાનદાર સ્વાગત

મોદીનુ સ્વાગત કરવા સ્વીડનના વડાપ્રધાન પોતે પહોંચ્યા

સ્ટોકહોમ : ઇન્ડો-નાર્ડિક સંમેલનમાં ભાગ લેવા માટે બે દિવસની યાત્રા શરૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે સ્વીડન પહોંચી ગયા હતા. સ્થાનિક સમય મુજબ રાત્રે ૯.૩૦ વાગે સ્વીડન પહોંચ્યા બાદ તેમનુ શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાનનુ સ્વાગત કરવા માટે સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લાવેન પોતે વિમાનીમથકે પહોંચ્યા હતા. સોમવારે મોડી રાત્રે સ્વીડનના પાટનગર સ્ટોકહોમ પહોંચ્યા હતા. અહીં તેમનુ ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમના સમકક્ષ સ્ટીવન તેમને લેવા માટે સ્ટોકહોમ આર્લાડા વિમાનીમથકે પહોંચ્યા હતા. એરપોર્ટથી બહાર નિકળ્યા બાદ વડાપ્રધાનનુ સ્વાગત કરવા માટે પહોંચેલા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી. ભવ્ય સ્વાગત વચ્ચે મોદીએ ભારતીય લોકોની સાથે પણ હાથ મિલાવ્યા હતા. મોદી ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત થઇ ગયા હતા. આજે સવારે મોદી સ્વીડનના રાજા કાર્લ ૧૬માં ગુસ્તાફને મળ્યા હતા. ત્યારબાદ અન્ય કાર્યક્રમમાં પણ મોદી સતત વ્યસ્ત રહ્યા હતા. બન્ને દેશોના વડાપ્રધાનની શિખર મંત્રણા ખુબ ઉપયોગી છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનના પ્રવાસે પહોંચી રહ્યા છે. જ્યાં તેઓ કોમનવેલ્થ દેશોના સંમેલનમાં ભાગ લેનાર છે.