મોદી સાહેબના સ્વપ્નને ચરિતાર્થ કરતું જનકપુર ગામ : સાંસદ વિનોદભાઈ

જનકપુર ગામના ૬૩માં સ્થાપના દિવસે રૂ.૬પ લાખના વિકાસ કાર્યોના ખાત મુહુર્ત કરાયા

માંડવીઃ તાલુકાના વિકાશસીલ અને દ્રષ્ટાંત રૂપ ગામ એવા જનકપુર ગામના ૬૩માં સ્થાપના દિવસ નિમિતે વિજયા દશમીના પવિત્ર દિવસે ગામમાં વિવિધ વિકાસ કામોનો ખાતમુહુર્તનો પ્રસંગ યોજવામાં આવેલ જેનો દિપ પ્રાગટય વડે સમારોહ અધ્યક્ષ સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ ખુલ્લો મુકેશ સાથે વિકાસ કાર્યોની પ્રતિક સમાન તÂક્તનું પણ અનાવરણ કરવામાં આવેલ પધારેલ તમામ મહાનુભાવોનું શબ્દો વડે સ્વાગત ડો.કાંતિભાઈ રામજીયાણીએ કરેલ સાંસદ વિનોદભાઈ ચાવડા ગામ સ્થાપનાની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે આ માંડવી તાલુકનું નજકપુર ગામ એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપન્ના ગામને ચરિતાર્થ કરતું ગાય છે. આ ગામ ર૧મી સદીનું ઉદાહરણ પુરું પાડતું ગામ છે. પંચાયતની રાજથી આજ દિન સુધી આ ગામમાં કયારે ચૂંટણી નથી થઈ નથી કોઈ પોલીસ કેશ થયો, ઠંડાપીણા, ફટાકડા પર સંપુર્ણ પ્રતીબંધ તેમજ સંપુર્ણ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ અને સફાઈની દ્રષ્ટીએ ગામે રાષ્ટ્રીય એવોર્ડ પણ હાંસલ કરેલ છે.
આમ જા ગામડું મજબુત હશે તો જ દેશ પ્રગતિ કરશે ગામની એકતા અને સંસ્કારીતાને સલામી આપેલ તારાચંદભાઈ છેડા જનકપુર ગામએ માનવિય અભિગમ ધરાવતો ગામ છે. કચ્છમાં હવેનો આગામી દાયકો નર્મદાના લીધે ખેડુતોને છે. કચ્નો ખેડુત ખેતી ક્ષેત્રે પણ ક્રાંતિ સર્જશે તેવી ખાતરી આપેલ તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં સતા એ રાજ કરવા માટે નહીં પણ સેવા કરવા માટે છે. ગંગાબેન સેંઘાણી હું આજ ગામની દીકરી છું અને કોઈ પણ વ્યÂક્તનું પોતાનાજ ગામમાં સન્માન થાય તેનાથી વધુ ગૌરવની વાત કઈ હોઈ શકે તાલુક પંચાયતમાંથી જનકપુર ગામના વિકાસ કાર્યો માટે વધુમાં વધુ ગ્રાન્ટ મંજુર કરી આપવાની ખાતરી આપેલ નરેશભાઈ મહેશ્વરી જનકપુર ગામએ અન્યો ગામો માટે પ્રેરણાદાયી ગામ તરીકે ઉપસી રહ્યો છે. ગામે પોતાની એકતાને લઈ વીકાસની હરણ ફાળ ભરી છે. આખું ગામ જયારે સુરક્ષાની દ્રષ્ટીએ સીસીટીવી કેમેરાથી સજજ છે ત્યારે ગામની સ્કુલને પણ જીલ્લા પંચાયત વતી સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની ખાતરી સાથે જાહેરાત કરેલ બાદ મહાનુભાવોના હસ્તે પી.એમ.સી. સેન્ટર, નવું પંચાયત ભવન, કોમ્યુનીટી હોલ, આંગણવાડી કેન્દ્ર, સ્કુલમાં પ્રાર્થના શેડ, ગામમાં ખુટતી ગટર, ખુટતા સીસી રોડ, હિન્દુ સ્મશાન સુધી મેન્ટલ રોડ, મહેશ્વરી વારાપુર સંરક્ષણ દિવાલ, ખુટતી રોડ લાઈટો જેવા રૂ.૬પ લાખના વિકાસ કાર્યોના ખાત મુહુર્ત સાથે વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમજ આ પ્રસંગે રન ફોર રિવર્સમાં સમગ્ર કચ્છમાંથી પ્રથમ જનકપુર ગામે જાડાતા તેમને સાંસદ અને ધારાસભ્યએ વધાવ્યો હતો. આ પ્રસંગે પધારેલ તમામ રાજકીય,સામાજીક મહાનુભાવો તથા દાતાઓનો જનકપુર ગ્રામ પંચાયત તથા ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવેલ હતો. સંપુર્ણ કાર્યક્રમનું સંચાલન નરશીભાઈ ચોપડા તથા આભારવિધી જેન્તીભાઈ ચોપડાએ કરી હતી.