મોદી સરકારની નક્સલવાદીઓની વિરૂદ્ધ મોટા ઓપરેશનની તૈયારી

નવીદિલ્હી : અર્બન નક્સલ પર ઉઠેલા વિવાદો વચ્ચે મોદી સરકાર નક્સલવાદીઓની વિરૂદ્ધ ઓપરેશન ઝડપી બનાવશે. તેના માટે ઓપરેશન ગ્રીન હંટને વધુ વ્યાપક અને પ્રભાવી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરના દિવસોમાં નકસલવાદ પ્રભાવિત જિલ્લાઓમાં મળેલી સફળતાથી ઉત્સાહિત ગૃહ મંત્રાલયે સૌથી ખતરનાક નકસલી વિસ્તારોમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન ચલાવવાનો નિર્ણય કર્યો છે. તેને અમલમાં લાવવા માટે ચાલુ મહિને સૌથી પ્રભાવિત જિલ્લાઓના પોલીસ કેપ્ટનને બોલાવાયા છે. કે જેથી નકસલવાદીઓની વિરૂદ્ધ પ્રસ્તાવિત ઓપરેશનને અંજામ આપી શકાય. આ માટેની બેઠક ચાલુ સપ્તાહે જ નક્કી કરાશે.