મોદી જન્મદિને નર્મદા ડેમનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે

ગાંધીનગર ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બર મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે તા.૧૩થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ભારતનો પ્રવાસ ગુજરાતથી શરૂ કરનાર છે એટલે એમના સ્વાગત માટે ખુદ વડાપ્રધાન અમદાવાદ આવશે. આ પછી ૧૭ સપ્ટેમ્બરે પોતાના જન્મદિને વડાપ્રધાન ફરી ગુજરાત આવશે અને એ દિવસે ગુજરાત સહિત રાષ્ટ્રના વિકાસમાં સિંહફાળો આપનાર નર્મદા ડેમનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે.