મોદીના ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ને ફટકોઃ લોન આપવામાં બેંકોની કંજૂસાઇ

નવી દિલ્હી : નવો બીઝનેસ શરૂ કરવામાં મદદ કરવા માટે દરેક બેંકોને એવુ જણાવાયુ હતુ કે, જયાં પણ તમારી શાખા હોય તે વિસ્તારમાં કોઇ યુવક કે જે દલિત હોય કે આદિવાસી હોય કે પછી મહિલા હોય એમાંથી ઓછામાં ઓછા બે લોકોને લોન આપવી. આવુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ એપ્રિલ ર૦૧૬ના રોજ નોઇડામાં સ્ટેન્ડ અપ ઇન્ડિયાના લોન્ચીંગ પ્રસંગે કહ્યુ હતુ પરંતુ રેકોર્ડ બતાવે છે કે, તેમની આ સુચનાના ૧૭ મહિના પછી પણ ૧.૨૦ લાખ બેંક શાખાઓમાંથી માત્ર ૬ ટકાએ જ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોને લોન આપી છે અને રપ ટકા કરતા પણ ઓછી શાખાઓએ જનરલ કેટેગરીમાં મહિલાઓને લોન આપી છે.આરટીઆઇ હેઠળ નાણા મંત્રાલયના ફાઇનાન્સીયલ સર્વિસ પાસેથી મેળવવામાં આવેલા રેકોર્ડમાં જણાવાયુ છે કે, માત્ર ૬ ટકા જ બેંકની શાખાઓએ અનુ.જાતિ અને જનજાતિના લોકોને લોન આપી છે. મળેલી માહિતી અનુસાર જાહેર ક્ષેત્રની ર૧ જેટલી બેંકો, ૪ર રિજીયોનલ રૂરલ બેંકો અને નવ પ્રાઇવેટ સેકટરની બેંકોએ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ અનુ.જાતિના પ,૮પર અરજદારોને લોન આપી છે. જયારે અનુ.જનજાતિના ૧૭૬૧ લોકોને તથા જનરલ કેટેગરીની ૩૩૩ર૧ મહિલાઓને જ લોન આપી છે.આ બધી બેંકોએ મંજુર કરેલી કુલ લોનની રકમ રૂ.૮૮૦૩ થવા જાય છે જેમાંથી રૂ.૪૮પર કરોડની લોનની વહેચણી કરવામાં આવી છે. ડેટા મુજબ ર૧ જાહેર ક્ષેત્રની કોમર્શીયલ બેંકોએ સાથે મળીને ટેન્ડર ઇન્ડિયા લોન ૩૮૧૧૧ લોકોને આપી છે જેમાંથી પપપ૯ અનુ.જાતિના, ૧૬પ૩ જનજાતિના અને ૩૦૮૯૯ જનરલ કેટેગરીની મહિલાઓ છે. અનુ.જાતિ અને જનજાતિના અરજદારોને આપવામાં આવેલી લોનની સરેરાશ ૧૦ લાખ છે જયારે મહિલાઓના મામલામાં આ સરેરાશ રૂ.૧ર.ર૭ લાખ છે.જાહેર ક્ષેત્રની આ બેંકોમાંથી છ બેંકોએ ૧૦૦ કરતા પણ ઓછા અનુ.જાતિના લોકોને લોન આપી છે. જયારે ૧૬ બેંકોએ તો અનુ.જનજાતિની કેટેગરીમાં એક પણ લોન મંજુર કરી નથી. નવ પ્રાઇવેટ બેંકોમાંથી ઇન્ડુસ ઇન્ડ બેંકે ૧૮૪ સ્ટેન્ડ અપ ઇન્ડિયા લોન અનુ.જાતિના લોકોને લોન આપી છે. જયારે બાકીનાએ માત્ર ૧ર લોન જ આપી છે. ડેટા અનુસાર આ નવ બેંકોએ સાથે રહીને ૧૯૬ અનુ.જાતિ, ૭૬ અનુ.જનજાતિ અને ર૦૧પ જનરલ કેટેગરીની મહિલાઓને લોન આપી છે.ચાર પ્રાઇવેટ બેંકો અને ૪ર રીજીયોનલ રૂરલ બેંકોમાંથી ૧પએ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ અનુ.જાતિના લોકોને એક પણ લોન આપી નથી. પ્રાઇવેટ બેંકોમાં એકસીસ, એચડીએફસી, સાઉથ ઇન્ડિયન બેંક અને નૈનીતાલ બેંકનો સમાવેશ થાય છે. પાંચ પ્રાઇવેટ બેંકો એકસીસ, ફેડરલ, આઇસીઆઇસીઆઇ, યશ બેંક અને નૈનીતાલ બેંકે અનુ.જાતિના એકપણ વ્યકિતને લોન આપી નથી.૪ર રીજીયોનલ રૂરલ બેંકોમાંથી ૩૩ બેંકોએ અનુ.જનજાતિના માત્ર એક વ્યકિતને લોન આપી છે. જયારે અનુ.જાતિના ૧પ લોકોને લોન આપી છે.સરકારના નિયમ હેઠળ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ ૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોન અનુ.જાતિ અને જનજાતિના લોકોને આપી શકાય. આ માટે વ્યાજનો દર પણ ઓછો છે પરંતુ બેંકો ભારે કંજુસાઇ દાખવી રહી છે.