મોથાળાની દેના ગુજરાત ગ્રામીણ બેંકના લોન પેટે આપેલા ચેક રીટર્નના કેસમાં આરોપીને ૧ વર્ષની સજાનો નલિયા કોર્ટનો ચુકાદો

નલિયા : મોથાળાની દેના ગુજરાત ગ્રામીણ બેંકના કરજદાર દ્વારા બેંકને લોનની વસુલાત પેટે આપેલ ચેક રીટર્નના સાડા ચાર વર્ષ જુના કેસમાં નલીયાની નામદાર કોર્ટ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ ફરમાવતા બેંકમાંથી લોન લઈ નહીં ભરતા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આજથી સાડા ચાર વર્ષ પહેલા નલીયા કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.આરોપી ઈશાક અલીમામદ આમદ સાટીએ મોથાળાની દેા ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાંથી જનરલ ક્રેડીટ કાર્ડની સ્કીમ હેઠળ રૂા.રપ હજારની લોન લીધેલ હતી.જેની વ્યાજ સહીતની ચડત રકમ રૂા.૩૮૬૦૦ ક્લીયર કરવા આરોપી દ્વારા બેંકને તેના પેટેનો ચેક આપવામાં આવેલ છે ચેક રીટર્ન થતા બેંક દ્વારા ધલ નેગોશીએબલ ઈન્સ.એક્ટની કલમ ૩૮ મુજબ ફરીયાદ કરવામાં આવેલ હતી.જેના અનુસંધાને નલીયાના નામદારશ્રી જ્યુ.ફ.ક.મે.શ્રી મહેશ એલ.ચોથાણી દ્વારા ચુકાદો આપવામાં આવેલ છે જેમાં કામના આરોપીએ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ રપપ(ર) અન્વયે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ કાયદાની કલમ ૧૩૮ મુજબ ગુન્હા અંગે દોષીત ઠરાવવામા આવેલ અને ૧ વર્ષની સાદી કેદ ફરમાવવામાં આવેલ છે.આરોપીએ ચેકની રકમ રૂા.૩૮૬૦૦ બેંકને ચુકાદાની તારીખતી મે માસમાં ચુકવવા આપવા અને જો તેમ ન થાય તો વધુ ૩ માસની સાદી કેદની સજાનો ધાક બેસાડતો ચુકાદો આપેલ હતો.બેંક વતી વકીલ તરીકે નલીયાના બી.એન.હોથી રહ્યા હતા.