મોડસરમાં પત્ની સાથે બોલાચાલી થતા પતિએ દવા પીને આપઘાતનો કર્યો પ્રયાસ

વાડી વિસ્તારમાં રહેતા યુવકને બેભાન અવસ્થામાં ખસેડાયો હોસ્પિટલ

 

ભુજ : તાલુકાના મોડસર ગામે વાડી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે બોલાચાલી થતા મનમાં લાગી આવતા યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મુળ પંચમહાલ હાલ મોડસર ગામે વાડીમાં રહેતા દિનેશ રત્નાભાઈ ડાભી (ઉ.વ. ર૯) ગઈ કાલે સાંજે પોતાની વાડીએ હતો ત્યારે જમવાનું બનાવવા બાબતે પત્ની સાથે બોલાચાલી થયેલ જે મનમાં લાગી આવતા દિનેશ પાકમાં છાંટવાની ઝેરી દવા પિ લીધી હતી. દવા પિધા બાદ બેભાન બની ગયેલા દિનેશને તાકીદની સારવાર મળે તે માટે તેના પિતા રત્નાભાઈ કાવડા ડાભીએ ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેની હાલત નાજુક બતાવાઈ છે. પધ્ધર પોલીસે જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.