મોટી રાયણ ગામે મશીનના શાફ્‌ટીંગમાં આવી જતા શ્રમજીવી મહિલાનું મોત

માંડવી : તાલુકાના મોટી રાયણ ગામે ઓઈલ મીલના મશીનના શાફ્ટીંગમાંં આવી જવાથી મહિલાનું મોત થયું હતુું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરના મોટી રાયણ ગામે આવેલી હિરાલાલ કરશન પોકારની ઓઈલ મીલમાં મગફળી સાફ કરતા સોનબાઈ રતન ગઢવી (ઉ.વ.૪૮) (રહે. કોટાયા, તા. માંડવીના કપડા શાફ્ટીંગમાં ભરાઈ જવાથી તે સાપ્ટીંગમાં મશીનમાં ફસાઈ જતા ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે મોત થયું હતું. માંડવી પોલીસે રાણશી દેવરાજ ગઢવી (રહે. કોટાયા, તા. માંડવી)ની જાહેરાત પરથી સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી એએસઆઈ યશવંતદાન ગઢવીએ તપાસ હાથ ધરી હતી.