મોટી ચિરઈ ગામે ગાંધી જયંતી નિમિતે “જલ જીવન મિશન ” અંતર્ગત ખાસ ગ્રામ સભા યોજવામાં આવી

આજરોજ મોટી ચિરઈ ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામ પંચાયત સભ્યો, શીક્ષકો અને હેલ્થ વર્કર સાથે ખાસ ગ્રામ સભા નું આયોજન કરી પાણી બચાવવા નાં વિવધ મુદ્ધા ઉપર ચર્ચા કરી ત્યારબાદ ટપક અને રીચાર્જ વેલ બનાવવા માંગતા ખેડૂત નું લીસ્ટ બનાવવા માં આવ્યું ત્યાર બાદ શકરા નદી ઉપર ચેકડેમ બનાવવા બાબત સિંચાઇ વિભાગ ને પત્ર લખવા માં આવેલ ત્યારબાદ બુંગે ઇન્ડિયા અને સેંચૂરી પ્લાયવુડ નાં સોજન્ય થી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેમાં હરપાલસિંહ નટુભા જાડેજા (સરપંચશ્રી મોટી ચિરઈ)હીનાબેન ભાવસાર (તલાટીશ્રી),આશેન્દ્ર પ્રતાપસિંહ(બંગે ઇન્ડિયા)બી.એલ.શર્મા(સેન્ચૂરી પ્લાયવુડ),ભરતસિંહ જાડેજા અને ગામ ના યુવાનો હાજર રહ્યા હતા.