મોટી ખોંભડીમાં પરિણીતાને કાઢી મૂકતા સાસરિયા

નખત્રાણા તાલુકાના મોટી ખોંભડીગામે રહેતી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયા સામે ગુનો નોંધાવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સવિતાબેન વિનોદભાઈ જેપાર (ઉ.વ.ર૬) (રહે. મૂળ મોટી ખોંભડી, તા. નખત્રાણા, હાલે કુકમા, તા. ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આજદિન સુધી તેના પતિ વિનોદ નારણ જેપાર, સસરા નારણ હરજી જેપાર, સાસુ ધનબાઈ જેપાર, નણંદ પારૂલબેન જેપાર, દેશ બાબુ જેપાર તથા નણંદ કાન્તાબેન રવજી (રહે. મોટી વિરાણીએ નાની-નાની બાબતે મેણાટોણા મારી શારીરિક – માનસિક ત્રાસ આપી મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકતા નખત્રાણા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી સહાયક ફોજદાર રમેશદાન ગઢવીએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ બાબુલાલ શુક્લએ જણાવ્યું હતું.