મોટી ખેડોઈમાં યુવાન ઉપર ધારીયા વડે જાનલેવા હુમલો

અંજાર : તાલુકાના મોટી ખેડોઈ ગામે રહેતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાનો નરપતસિંહ જાડેજા (ઉ.વ.૩૪) (રહે. મોટી ખેડોઈ તા.અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે હુમલાનો બનાવ ગતરાત્રીના સાડા અગિયાર વાગ્યે બનવા પામ્યો હતો. અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી મોટી ખેડોઈ ગામના દિગુભા નટુભા જાડેજા, ભૂપેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા તથા અજીતસિંહ ધીરૂભા જાડેજાએ તેઓને ગાળો આપી ધારીયા વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી છુટ્યાહતા. ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતા આરોપીઓ સામે ફોજદારી નોંધી ધરપકડ કરવા માટે ભૂવડ ઉપથાણાના સહાયક ફોજદાર વાલાભાઈ આહીરે ચક્રો ગતિમાન કરેલાનું પીએસઓ શિવુભા જાડેજાએ જણાવ્યું હતું.