મોટી ખાખરમાંથી સગીર કન્યાનું અપહરણ

મુન્દ્રા : તાલુકાના મોટી ખાખર ગામે રહેતી સગીર કન્યાને ભગાડી જતા અજ્ઞાત શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટી ખાખર ગામે રહેતી ૧૭ વર્ષિય સગીર કન્યાને કોઈ અજાણ્યો શખ્સ ગત તા.૮-૧૧-૧૭ના સવારે ૮.૩૦ના અરસામાં લગ્ન કરવાની લાલચ આપી લલચાવી – ફોસલાવી બદકામ કરવાના ઈરાદે સગીરાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જતા મુન્દ્રા પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસ ઈન્સપેક્ટર એમ.જે. જલુએ તપાસ હાથ ધરી હોવાનું પીએસઓ મુળજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું.