મોટા સલાયામાં જુગાર રમતા પાંચ ખેલીઓ ઝડપાયા

માંડવી : તાલુકાના મોટા સલાયા ગામે પોલીસે છાપો મારી પાંચ ખેલીઓને જુગાર રમતા રોકડા રૂા.૧૭ર૦૦ સહિત ૭૩,ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માંડવી મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ અનિરૂદ્ધસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડા તથા ના.પો. અધિ. એન.વી. પટેલના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા મરીનના ઈન્ચાર્જ પીએસઆઈ વી.એચ. ઝાલા તથા હેડ કોન્સટેબલ અનિરૂદ્ધસિંહ જાડેજા સાથે સ્ટાફના મહિપાલસિંહ, દશરથભાઈ, પ્રકાશભાઈ વિગેરેએ મોટા સલાયા ગામે છાપો મારી જુગાર રમતા સલીમ સુલેમાન ભટ્ટી, સલીમ અલી ભોલીમ, રાજીક રઝાક ભોલીમ, અશગર ઈબ્રાહીમ પલેજા, વસીમ હારૂન ડોસાણી (રહે. બધા મોટા સલાયા તા.માંડવી)ને રોકડા રૂપિયા ૧૭ર૦૦ તથા ત્રણ મોબાઈલ ફોન કિં.રૂા.૧૧૦૦૦, બે મોટર સાયકલ કિં.રૂા.૪પ૦૦૦ એમ કુલ્લ ૭૩ર૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.