મોટા કાંડાગરામાં પત્તા ટીચતા છ જુગારીઓ પોલીસના સકંજામાં

૩૦ હજાર રોકડ સહિત ૪૪ હજારનો મુદ્દામાલ કરાયો હસ્તગત

 

મુંદરા : તાલુકાના મોટા કાંડાગરા ગામે પ્રાથમિક શાળા પાસે કોમ્પ્લેક્ષની દિવાલ નજીક મોડી રાત્રે જુગાર રમતા છ શખ્સોએ પોલીસે છાપો મારી ૪૩,૯૦૦ના મુદ્દામાલ સાથે ધરબોચી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દારૂ, જુગાર જેવી બદીને નેસ્તક નાબુદ કરવા માટે પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડ તથા નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલના માર્ગદર્શન હેઠળ મુંદરા પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફના નારણભાઈ રાઠોડ, પ્રદીપસિંહ ઝાલા, હરીશભાઈ સોમૈયા, વાલાભાઈ ગોયલ, રવજીભાઈ બરાડિયા, પુષ્પરાજસિંહ ચુડાસમા, ખોડુભા ચુડાસમા, જયપાલસિંહ જાડેજા વિગેરે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મોટા કાંડાગરા ગામે છાપો મારી તિનપત્તિનો દશરથસિંહ ઉર્ફે દશીયો બાલુભા જાડેજા, રવિન્દ્રસિંહ ચંદુભા ઝાલા, હિંમતસિંહ ઉર્ફે ગગુડો ભીખુભા પરમાર, શિવરાજસિંહ ઉર્ફે શિવુભા લધુભા જાડેજા, રણછોડસિંહ ઉર્ફે ભીમો ગુમાનસિંહ રાઠોડ, લાલજી ગાંગજી મહેશ્વરી (રહે બધા મોટા કાંડાગરા, તા. મુંદરા)ને રોકડા રૂપિયા ૩૦,૯૦૦ તથા સાત મોબાઈલ ફોન કિ.રૂા. ૧૩ હજાર મળી કુલ ૪૩,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.