મોટા કાંડાગરાના મતિહાદેવ મંદિરે અદાણી ફાઉન્ડેશન દ્વારા વિકાસકામોના લોકાર્પણ

મુંદરા : તાલુકાના મોટા કાંડાગરા ખાતે મહેશ્વરી મેઘવાળ સમાજના ઈસ્ટદેવ મતિયા દેવના મંદિર ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા મતિયા દેવના મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ, સમાજના લોકો અને પ્રવાસીઓ માટે બેસવા માટે બાંકડાઓ તેમજ મતિયાદેવના મંદિરની સામે ખાડાઓ અદાણી ફાઉન્ડેશન દ્વારા માટીની ભરતી કરી ગ્રાઉન્ડ બનાવી વૃક્ષારોપણ કરવામાંં આવ્યું હતું.
મતિયાદેવના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન અદાણી ફાઉન્ડેશનના ત્રિભુવનભાઈ મહેતા, જયરામભાઈ રબારીના હસ્તે કરવામાં આવેલ. અદાણી ફાઉન્ડેશનના તકતીનું એનાયત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી હસ્તે કરવામાં આવેલ હતું. બાકડાઓનું ઉદ્દઘાટન કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને માજી પીએસઆઈ વિજયભાઈ કે. ગઢવીએ કર્યું હતું. તેમજ પરિસરમાં  વૃક્ષારોપણ માંડવી તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ રમેશભાઈ ચદે મુંદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મીઠુભાઈ જખુભાઈ મહેશ્વરીના હસ્તે કરવામાં આવેલ હતું. મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ પ્રસંગે મીઠુભાઈ જે. મહેશ્વરીએ જણાવ્યું હતુ કે, મતિયા દેવ મંદિરના પરિસરના વિકાસ માટે અદાણી ફાઉન્ડેશન પાસે રજૂઆત કરતા માંગણીને માન્ય રાખી અદાણી ફાઉન્ડેશને ટુંકાગાળામાં સારી કામગીરી કરેલ છે. વિજયભાઈ ગઢવીએ જણાવ્યુ કે, વિસ્તારમાં ઉધોગોના લાભ કોઈ એકલ દોકલ વ્યક્તી નહીં પણ સમાજાને મળે તેમના માટે આ વિસ્તારના ગામડાના લોકોને જાગૃત થવા હાકલ કરી હતી.
માલધારી સેલ કોંગ્રેસ મુંદરાના પ્રમુખ બુધાભાઈ લખમીર રબારી મતિયાદેવના વિકાસ માટે રૂ. ૧૦,૦૦૦ની રકમ જાહેર કરેલ હતી. તેમજ શિરાચાના રામજી મગા મારવાડા રૂ. પ,૧રપની રકમ મતિયાદેવના વિકાસમા વાપરવા માટેની જાહેરાત કરેલ હતી. બાઉન્ડ્રીમાં ખુટતી રકમના દાતાઓ દ્વારા દાન આપવામાં આવેલ અને દાતાઓના સાથ સહકારથી બાઉન્ડ્રી પુરી કરાવવામાં આવેલ તેમાં દાતાઓ મીઠુભાઈ મહેશ્વરી, ગોવિંદ ફકુ સીંચ, કરશનભાઈ દનિચા, કાનજીભાઈ ગભુ સીંચ, પચાણ મગન સીંચ, વેરશીભાઈ સીંચ, તેજશીભાઈ સીંચ, નાનજી મીઠુ મહેશ્વરી, રમેશભાઈ ભચુ સીંચ સહિત દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના ત્રિભુવનભાઈ મહેતા, જયરામભાઈ રબારી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી નવલસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિજય ભાઈ ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ચતુરસિંહ જાડેજા, માંડવી તાલુકા મહેશ્વરી, સમાજના પ્રમુખ રમેશભાઈ ચંદે, મુંદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મુંદરા તા.પં.ના વિપક્ષીનેતા મીઠુભાઈ જખુભાઈ મહેશ્વરી, મોટા કાંડાગરાગ્રા.પં.ના માજી સરપંચ જીલુભા લધુભા જાડેજા, મોટા કાંડાગરા ક્ષત્રિય સમાજના પ્રમુખ પતુભા ઉમરસંગ જાડેજા, મોટા કાંડાગરા ચારણ સમાજના મહામંત્રી સામતભાઈ રતનભાઈ ગઢવી, મુસ્લીમ સમાજના પ્રમુખ ઉંમરભાઈ, જાનમામદ ચાકી, મનજીભાઈ ડોરૂ, અદાણી ફાઉન્ડેશનના રાઘુભાઈ આહીર, કરશનભાઈ ગઢવી, ઈશ્વરભાઈ પરમાર, મહેશ્વરી સમાજના આગેવાનો લાલજીભાઈ ડોરૂ, અરવિંદભાઈ ડોરૂ, દામજી જખુ મહેશ્વરી, શિવજી જખુ મહેશ્વરી, વાઘજી મૂરજી મહેશ્વરી, ગોવિંદ મૂરજી મહેશ્વરી, ખમુભાઈ ફકુ સીંચ, થાવર મૂરજી સોધમ, મયૂર બડિયા, હીરજી ફકુ બડગા, વિરચંદ ડોરૂ, સુલતાનજી કે. જાડેજા, હિતુભા એમ. જાડેજા, નટુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, માધુભા વાઘજી ખોડ, શિવજી મહેશ્વરી, દેવજી મહેશ્વરી વિગેરે હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા મોટા કાંડાગરા મહેશ્વરી સમાજના કિશોર મીઠુ મહેશ્વરી, નાનજી ખમુ મહેશ્વરી, કમલેશ વી. દનિચા, હરજી પચાણ સીંચ, રમેશ ખમુ, વિજય સીંચ, હરેશ દામજી દનિચા, કાનજી ગાભુ સીંચ, વિજય કાનજી મહેશ્વરી વગેરે મોટા કાંડાગરા મહેશ્વરી સમાજ તેમજ મોટા કાંડાગરા જ્યોત કરમ ગ્રુપ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન, સાહિત્યકાર રમેશ જાષી દ્વારા કરવામાં આવેલ અને આભારવિધિ નાનજી મીઠુ મહેશ્વરીએ કરેલ હતી.