મોટા કપાયામાં બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉન

મુન્દ્રા : તાલુકાના મોટા કપાયા ગામમાં વ્યાપારીઓ સાથે ગ્રામ પંચાયતની મિટીંગ મળી હતી, જેમાં ચર્ચા કર્યા બાદ સ્વૈચ્છિક રીતે તા.૧૯-૪થી દુકાનો સવારના ૭ થી બપોરે ર વાગ્યા સુધી ખુલ્લી રાખવા અને બપોર પછી સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનું રહેશે તેવો નિર્ણય લેવાયો હતો. કોઈ આકસ્મીક કે ઈમરજન્સી માટે કોઈ દુકાનદાર દુકાન ખોલી શકશે એના સિવાય કોઈ પણ દુકાન બપોર પછી નહી ખોલી શકે. ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવું સરપંચ દ્વારા જણાવાયું હતું.