મોટા આસંબીયામાં દાઝેલ મહિલાએ દમ તોડયો

માંડવી : તાલુકાના મોટા આસંબીયા ગામે રસોઈ બનાવતા દાઝેલ પરિણીતાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોટા આસંબીયા ગામે રહેતી ઝરીનાબેન ઈકબાલ સમેજા (ઉ.વ.૩૦) ગત તા. ર૦/૯/૧૭ ના રસોઈ બનાવતી હતી ત્યારે ચાલુ ચુલામાં કેરોસીન નાખતા અચાનક ભડકો થતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને સારવાર માટે ભુજ જી.કે. માં દાખલ કરાઈ હતી. જયાં સારવાર દરમ્યાન ગત રાત્રીના પોણા બાર વાગ્યે પ્રાણ પંખેરૂ ઉડી જતાં માંડવી પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી હેડ કોન્સ. નરશીભાઈ વાઘેલાએ તપાસ હાથ ધરેલ છે.