મોટા અંગિયા પંચાયત દ્વારા બાલિકા પંચાયત બનાવવા નિર્ધાર કર્યો

કોરોનાની બીજી લહેરના એક્સન પ્લાન મુજબ સગર્ભા મહિલાઓને ચેક વિતરણ કરવામાં આવ્યા

આજ રોજ મોટા અંગિયા ગ્રામ પંચાયત અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ  અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કિશોરી શિબિરનું આયોજન કરવામાં આવ્યું  હતું.  જેમાં બાલિકાઓના વિકાસ માટે બાલિકા પંચાયત બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જીવનલક્ષી તાલીમો, લાઈબ્રેરી, સ્વછતા, વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ કરવામાં આવશે અને ગામ વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવશે. આ સાથે કોરોનાની બીજી લહેર સમય પંચાયત દ્વારા એક્સન પ્લાન બનાવવામાં આવ્યો જેમાં ૧૮ સગર્ભા મહિલાઓને પોષણ આહાર અને મેડિકલ સહાય માટે ૧૦૦૦ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા. યોગ ટ્રેનર ભારતીબા અને વલુબેનનું સન્માન કરવામાં આવ્યું. જિલ્લા મહિલા બાળ અધિકારી અવનીબેન  અને ગામના સરપંચ ઇકબાલ ઘાંચી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના ભરતભાઈ, ભાવનાબેન, તલાટી વિરલબેન ભટ, ઉપ સરપંચ કલા રબારી, સભ્યો નીતાબેન, દેવલબેન, નયનાબેન, આંગળવાડી કાર્યકર રામીબેન અને ડોલીબેન હાજર રહ્યા હતા.