મોટા અંગિયા ગામે વિકાસ કામોનું નિરીક્ષણ કરતા ડીડીઓ

જિલ્લા વિકાસ અધિકારી પ્રધાનમંત્રી આવાસ યોજના કામોનું નિરીક્ષણ કર્યુ : સરપંચે ગામમાં વ્યાજબી ભાવની દુકાન આપવા માંગ કરી : ગામના ધાર્મિક સ્થળોને વિકાસવવા નેમ વ્યકત કરાઈ : ડીડીઓ નખત્રાણા તા.પં. કચેરી ખાતે પણ વિકાસકામોની સમીક્ષા કરી

 

નખત્રાણા : જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત જે. પટેલ આજે તાલુકાના મોટા અંગિયા ગામની મુલાકાત લઈ વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. ગામમાં ચાલતા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ-૯ મકાનોનું નિરીક્ષણ કરી રાજીયો વ્યકત કર્યો હતો. એક મકાન દીઠ સરકારી યોજના હેઠળ એક લાખ તેતાલીસ હજાર જેટલી રકમ લાભાર્થીને મળે છે. બાકીના પંચોતેર હજાર આપી લાભાર્થી ઉમેરીને ભૂકંપ પ્રફુ ટકાઉ મકાનનું નિર્માણ કરે છે.
ગામના સરપંચે ઈકબાલ ઘાંચીએ ડીડીઓને માહિતી આપતા કર્યુ હતું કે, ગામમાં પ્રાયોગિક ધોરણે વિધવા, વિકલાંગ અને જેના સંતાનો નાના છે કોઈ કમાવનાર નથી તેવા લાભાર્થીને પ્રથમ યાદીમાં સમાવેશ કર્યો છે.
તમામ લાભાર્થીઓના ડીડીઓ સરસ કામ કરવા બદલ પીઠ થાબડી હતી અને આ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે તેમ જણાવ્યું હતું. ગામના સરપંચ શ્રી ઘાંચીએ ગામમાં વાજબી ભાવની દુકાન ન હોતા જેનાથી ૪ કિ.મી. ચાલીને મહિલાઓને રાશન લેવા જવું પડે છે તે મુશ્કેલીરૂપ હોતા અઢીસો જેટલા રાશનકાર્ડ અને બારસો ઉપરાંતની માનવ વસ્તી ધરાવતા ગામને પુરવઠા ખાતા દ્વારા અલગ વાજબી ભાવની દુકાન ફાળવાય તો ગ્રા.પં. દુકાન-મકાનની વ્યવસ્થા કરી આપશે.
આ બાબતે તરત જ ડીડીઓએ ડીએસઓને ફોન કરી ગામ લોકોની અલગ રાશનની દુકાન કરવાની ભલામણ કરી હતી. પ્રથમ તેવો નખત્રાણા તા.પં. કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. કચેરી ખાતે તાલુકાના વિકાસ કામોની સમીક્ષા બેઠક કરી હતી. જેમાં મનરેગા, શૌચાલયો, પ્રધાનમંત્રી આવાસ યોજના, વેરા વસુલાત સહિતના વિકાસ કામોની યાદી અને જ્યાં ગામડાઓ અધુરાશો છે ત્યાં તાકીદે કમોમાં ગતિશીલતા લાવવા કર્યુ હતું. ટીડીઓ શૈલેષભાઈ રાઠોડ વિકાસ કામો થયેલા છે તેની માહિતી આપી હતી. તા.પં. પ્રમુખે પણ નખત્રાણામાં મગફળી કેન્દ્ર શરૂ કરવા માંગ કરી હતી. વિથોણ ખાતે મગફળી ખરીદ કેન્દ્ર છે તેવો જ વધારાનો મગફળી ખરીદ કેન્દ્ર નખત્રાણાને ફાળવવા માંગ કરી હતી. તા.પં. પ્રમુખે તાલુકાના વિકાસ કામો થયા છે અને કામો પ્રગતિમાં છે તેની માહિતી આપી હતી. સરકારની વિવિધ યોજના જન-જન સુધી પહોંચાડવા ડીડીઓ તાકીદ કરી હતી. અંગિયા મોટા ગામની ડીડીઓ મુલાકાતમાં ટીડીઓ શૈલેષભાઈ રાઠોડ, તા.પં. પ્રમુખ, તલાટી ડી.બી. ગુસાઈ, કિરીટભાઈ આધમભાઈ ઘાંચી વિગેરે જોડાયા હતા.