મોખાણા ખાતે રૂ.૭૩ લાખના ખર્ચવાળા ૨૮૦૦ મીટર લંબાઇના રસ્તાનું ખાતમૂહૂર્ત કરતાં વાસણભાઇ આહિર

કન્યા શાળાના  નવા મકાનનું પણ ખાતમૂહૂર્ત કરાયું
ભુજ ઃ ભુજ તાલુકાના મોખાણા (ચોકડી) ખાતે રૂ.૭૩ લાખના ખર્ચે નિર્માણ થનાર ૨૮૦૦ મીટર લંબાઇના (૧૫૦ મીટર સી.સી.રોડ) નું ખાતમૂહૂર્ત કરતાં સંસદીય સચિવ વ અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીરે ગ્રામ વિસ્તાર આબાદ તો દેશ, રાજય આબાદ તેવું સગૌરવ જણાવતાં મોખાણા મધ્યે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂ.૬૫ લાખના ખર્ચે આકાર લેનાર કન્યા શાળાના ભવનનું પણ ખાતમૂહૂર્ત કર્યુ હતું. તેમણે ગ્રામજનો સાથે ગામના ચોરે બેઠક જમાવતા અન્ય રસ્તા, સુવિધા અંગેની રજુઆતો સાંભળતાં આગામી સમયમાં તે અંગે કારગત નિરાકરણ લાવવાની આત્મિય ખાતરી આપી હતી. આ પ્રસંગે તેમણે સમય આવી ગયો છે ઋણ ચૂકવવાનો ત્યારે સુશાસનની પ્રતિતિ કરાવનાર તેમની સરકારની યોગ્ય કદર થાય તેને સમયનો તકાદો ગણાવ્યો હતો. પ્રારંભમાં પ્રસંગ પરિચય, સંસદીય સચિવશ્રી મહાનુભાવોનું સ્વાગત સરપંચ સામજીભાઇ આહિર તથા ગ્રામજનોએ કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ હરિભાઇ જાંટીયા, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી બી.આર. જરગેલા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હરિભાઇ
આભાર – નિહારીકા રવિયા ગાગલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ જીવા શેઠ, અંજાર તાલુકા યુવા ભાજપના પ્રમુખ રણછોડભાઇ આહિર, અંજાર તાલુકા ભાજપા મહામંત્રી કાના શેઠ, મશરૂભાઇ રબારી, ધાણેટી સરપંચ વાઘજી માતા, અંજાર તાલુકા ભાજપા ઉપપ્રમુખ વાલાભાઇ આહિર, કાર્યપાલક મા.મ.(સ્ટેટ) કે.આર.પટેલ, એસ.ઓ. શ્રી રમજાણી, આસી. અરજણભાઇ તથા ગ્રામજનો
ઉપસ્થિત રહયા હતા.